Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કચ્છના મુન્દ્રા ના જૈન શ્રાવિકા મણીબેન શાહનો સંથારો સિજયો..: સરકારી ગાઈડ લાઈન પ્રમાણે મણિ બેન ની પાલખી યાત્રા માં જૈન સમાજ ના ભાઈ બહેનો દર્શનાર્થે ઉમટ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::: મુન્દ્રાના જૈન સુશ્રાવિકા મણિબેન વ્રજલાલ શાહ (ઉંમર ૯૧)એ જૈન ધર્મ ના આદર્શ અનુસાર આત્મા ના કલ્યાણ માટે અનશન વ્રત અંગીકાર કર્યો હતો. ગઇકાલે સુખ શાતા પૂર્વક તેમનો સંથારો સિજતા જૈન ભાઈ બહેનો દર્શન માટે ઉમટ્યા હતા.  અનશન વ્રત ધારી મણિબેન શાહ ની પાલખીયાત્રા માં સાધર્મિક ભાઈ બહેનો ઉમટ્યા હતા. જય જિનેન્દ્ર જય મહાવીર ના નારા સાથે આ પાલખી યાત્રા નગર ના તેચ્છી ચકલા, ભાટિયા ચોક, રામ મંદિર. કાંઠા વાળા નાકા થઈ મુક્તિ ધામ પહોંચી હતી અને તેમના પરિવાર ના રક્ષાબેન મહેતા એ વંદનીય મણિબેન શાહ ને અગ્નિદાહ આપ્યો હતો. મુન્દ્રા સમસ્ત જૈન સમાજ ના પ્રમુખ અને આઠ કોટી નાની પક્ષ જૈન સંઘ ના સંઘપતિ ભુપેન્દ્રભાઈ મહેતા એ જણાવ્યું હતું કે વંદનીય મણિબેન વર્ષોથી ધર્મ ધ્યાનની આરાધના કરતા હતા અને સંથારો અંગીકાર કરવા ની તેમની ભાવના પૂર્ણ થઈ હતી.

તેમના પરિવાર ના અનિલ શાહ. નીતિન શાહ. યોગેશ શાહ. મેહુલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

અનશન વ્રત ધારી મણિ બેન ની પાલખી યાત્રા માટે સફળ આયોજન સંઘના  હિરેન સાવલા, કરણ મહેતાઅને ચાર્મીન શાહ સહિત ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. સંથારો સિજતા તેમના નિવાસ સ્થાને તેમની પાલખી યાત્રા ના દર્શન માટે મુન્દ્રા નગરપાલિકા ના મેયર કિશોર સિંહ પરમાર, કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર, કપિલ કેસરિયા  એ પાલખી યાત્રા માં દર્શન નો લાભ લીધો હતો. મુન્દ્રા જૈન સમાજ ના કાંતિ ભાઈ શાહ, વિનોદ ફોફળિયા, ભોગીલાલ મહેતા, અરવિંદ સંઘવી, દર્શન સંઘવી,વિનોદ સંઘવી, પારસ શાહ, લક્ષ્મીચંદ રાંભીયાં, જાદવજી વોરા, રાજ સંઘવી, વિનોદ મહેતાતેમજ નગર ના જૈન જૈનેતર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા નગરપાલિકા ના સભ્યો રચના બેન જોશી. તૃપ્તિ બેન ઠક્કર, જીતેશ માલમ એ પાલખી યાત્રા ના દર્શન નો લાભ લીધો હતા.(તસ્વીર, રાજ સંઘવી, મુન્દ્રા)

(9:15 am IST)