Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પાકિસ્તાનથી પરત આવેલ ભુજના પ્રૌઢે હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરતા ફરિયાદ

(ભુજ) ગત તા/૨૦/૩ ના પાકિસ્તાનથી આવેલા ભુજમાં મુસ્તફાનગર, સંજોગનગરના રહેતા ૫૩ વર્ષીય શેરમામદશા મામદ સૈયદ વિરુદ્ધ હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આરોગ્યતંત્ર દ્વારા કોરોના અંતર્ગત એપેડેમીક એક્ટ હેઠળ આ કાર્યવાહી કરાઈ છે.

(1:17 pm IST)
  • ગુજરાતના ગોધરા, વડોદરા, અમદાવાદ, દાહોદ, સુરત, રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદરમાં સીઆરપીએફ તૈનાત : કોરોના સંદર્ભે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ છે, તેમ છતાં કેટલાક શહેરોમાં લોકો ગંભીરતા સમજ્યા વગર ચાલુ દિવસોની માફક સામુહિક રીતે ખરીદીમાં નિકળી પડે છે. એટલુ જ નહિં જે ડીસ્ટન્સ રાખવુ જોઈએ તેવું (એક મીટર) કરતાં નથી. પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કર્ફયુ વગર લોકોને કંટ્રોલ કરવા અર્ધ લશ્કરી દળો તૈનાત કરવાનો રાજયના પોલીસ વડાએ નિર્ણય કર્યો છે. પ્રાપ્ત થતા નિર્દેશો મુજબ વડોદરામાં વણસી જતી પરીસ્થિતિને કન્ટ્રોલ કરવા પોલીસ કમિશ્નરશ્રી ગેહલોતે પોલીસ - સ્થાનિકો વચ્ચેનો સંઘર્ષ અટકાવવા માટે રેપીડ એકશન ફોર્સની એક ટુકડી તૈનાત કરાયાનું બહાર આવ્યુ છે. access_time 4:16 pm IST

  • બ્રિટિશ આરોગ્ય પ્રધાન પણ કોરોનમાં સપડાયા : બ્રિટિશ આરોગ્ય પ્રધાન મેટ્ટ હેન્કોકને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ પૂર્વે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને પણ કોરોના પોઝિટિવ આવેલ access_time 6:55 pm IST

  • સ્પેનમાં 64,000 કોરોના પોઝિટિવ કેસો : 5,000 ના મોત : 9,357 લોકો સાજા થયા access_time 12:25 am IST