Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

દેવભુમિ દ્વારકા જીલ્લામાં ૩૦૯ હોમ કવોરેન્ટાઇનઃ જાહેરનામા ભંગની અનેક ફરિયાદ

ખંભાળીયા તા. ર૭: દેવભૂમિ ગ્રામ જિલ્લામાં કોરોના રોગચાળાના સંદર્ભે ખંભાળિયા મુખ્ય મથક ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પટેલે જણાવ્યું કે કુલ ૪૩૯ મુસાફરો વિદેશથી આવેલા હતા જેમાં ૩૦૯ ને હોમ કવોરેન્ટાઇન કરવા આવ્યા છે તથા તેમના પર દેખરેખ પણ ચાલુ છે જયારે ૩૯ વ્યકિતઓને ચૌદ દિવસ પુરા થતાં તેમને ઘેરથી બહાર જવા છૂટ આપવામાં આવી છે.

ગઇકાલે વધુ એક શંકાસ્પદ કેસ મળતા અત્યાર સુધીમાં કુલ નવનો આંક થયો હતો તેનો રીપોર્ટ પણ નેગેટીવ આવતા રાહત થઇ છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે હોમ કવોરેન્ટાઇનમાં રખાયેલા વ્યકિત ઘેરથી બજારમાં રખડતો હોય પોલીસ ફરિયાદ થઇ હતી તે પછી વધુ બે વ્યકિતઓ પણ આવી રીતે ઘરમાં હોમ કવોરેન્ટાઇન હોવા છતાં પણ ગામની બજારમાં નીકળતા સલાયાના વધુ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ થઇ છે.

સલાયાના સોડસવા ગામ પાસે સનસાઇન શાળા પાસેના મેદાનમાં વગર કારણે એકઠા થયેલા હોવાને પોલીસે જાહેરનામાના ભંગ બદલ પકડેલ હતા.

આવી જ રીતે વગર કારણે વટવાળા ટી.બી. હોસ્પિટલ પાસે ભેગા થયેલા સામે પણ કાર્યવાહી કરાઇ હતી.

(1:10 pm IST)