Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ટંકારાના સખપર ગામના વેપારીની ૧૮૮ કલમ હેઠળ કરાઇ ધરપકડ

વેપારીઓને પાસ અપાયા : મજૂરોને સાચવવા કારખાના માલિકોને સુચના

ટંકારા, તા. ર૭ : ટંકારા પોલીસ દ્વારા ટંકારા તાલુકાના સખપર ગામના દુકાનદાર કોરીંગા વિવેક હસમુખભાઇ દ્વારા મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી દુકાન ચાલુ રાખતા દુકાનદારની ધરપકડ કરાયેલ છે.

અનાજ કરીયાણાના દુકાનદારોને પાસ અપાયા

ટંકારા : ટંકારામાં મામલતદાર કચેરી દ્વારા અનાજ કરીયાણાના પાસ આપવામાં આવેલ છે.

પ્રાંત અધિકારી ખાચર તથા ના.મ. એમ.જે. પટેલ દ્વારા લોકોને જીવન જરૂરીયાતનો અનાજ કરીયાણાનો પુરવઠો મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવાયેલ છે.

અનાજ કરીયાણાના વેપારીઓ ગ્રાહકોને હોમ ડીલીવરી આપી શકે તેમજ ખરીદી માટે જઇ શકે તે માટે પાસ ઇસ્યુ કરાયેલ છે.

કારખાનાના મજૂરોને સાચવવા સુચના

ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે આવેલ કારખાનાના મજૂરો રોડ ઉપર નીકળી ગયેલ અને વતન પરત જવા માંગતા હતાં.

સરકારી જાહેરનામામાં જે તે કારખાના ફેકટરી કે મોટી ઇન્ડસ્ટ્રીઝના કામદારો, મજૂરોને સાચવવાની તેમના જીવન જરૂરીયાતની વસ્તુઓ મળે તેવી ગોઠવણ માલીકે કરવાની છે.

આ અંગે કારખાનેદારને કડક સુચનાઓ અપાયેલ છે.

(1:06 pm IST)