Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

દસાડા ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા ચાર દવાખાનાને ૧૦ લાખની ગ્રાન્ટ મળી

વઢવાણ,તા.૨૭ : લોકોને બચાવવા ૬૦-દસાડા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ (૧) પાટડી સી.એચ.સી. (૨) દસાડા સી.એચ.સી. (૩) લખતર સી.એચ.સી અને (૪) રાણાગઢ સી.એચ.સી. માં જરૂરી માત્રામાં માસ્ક,સેનીટાઇઝર, અન્ય જરૂરી સાધનો – મેડીકલ કીટ અથવા અન્ય જરૂરી સંસાધનો માટે ૧૦ (દસ) લાખરૂપિયાની ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. આગળની કાર્યવાહી ત્વરીત કરવા માટે ધારાસભ્ય નૌશાદ ભાઈ સોલંકી દવારા રજુઆત કરવા માં આવી હતી.

પાટડી સી.એચ.સી. માટે જરૂરી સાધનો તથા કીટ ખરીદવાનું કામ. ૩ લાખ

દસાડા સી.એચ.સી. માટે જરૂરી સાધનો તથા કીટ ખરીદવાનું કામ. ૩ લાખ

 લખતર સી.એચ.સી. માટે જરૂરી સાધનો તથા કીટ ખરીદવાનું કામ. ૨ લાખ

રાણાગઢ સી.એચ.સી. માટે જરૂરી સાધનો તથા કીટ ખરીદવાનું કામ. ૨ લાખ

સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ફાળવવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના છેવાળાના ગામ પાટડી દસડા લખતર રાનાગઢમાં કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવાના સાધનો ત્યાંની જનતાને મળશે.ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય નૌશદભાઇનો આભાર માનવામાં આવ્યો હતો.

(1:06 pm IST)