Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

મોડી રાતે રાપરમાં અને સવારે ભચાઉમાં ભૂકંપનો આંચકો: લોકોમાં ફફડાટ ફેલાયો

અમદાવાદ : દેશભરમાં કોરોના વાયરસનો કહેર ફેલાયો છે જ્યારે બીજીબાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસર તળે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અનેક શહેરોમાં ઠંડુ વાતાવરણ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે મોડીરાતે ૨:૧૯ કલાકે કરછના રાપરથી ૧૭ કિમી દૂર વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે ૧.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ આજે વહેલી સવારે ૬:૧૯ કલાકે કરછના ભચાઉથી ૧૧ કિમી દૂર નોર્થ નોર્થ સાઉથ ખાતે ૨.૩ રિકટર સ્કેલનો કંમ્પ અનુભવાયો હતો. વારંવાર આવતા ભુકંપનાં આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

(12:47 pm IST)