Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હોમ ક્વોરેન્ટાઈન રહેલા લોકોને ઘેર રહેવા અને આસપાસના લોકોને નહીં ગભરાવવા સમજાવાયા

(ભુજ) કોરોનાને કારણે હોમ ક્વોરેન્ટાઇનમાં રખાયેલા લોકો ક્યાંક ચિંતા અનુભવી નાસી છૂટે છે, તો અડોશપડોશમાં રહેતા રહેવાસીઓને પણ કોરોનાનો ભય લાગે છે. આવા સંજોગોમાં પશ્ચિમ કચ્છ પોલીસે વધુ એકવાર સામાજિક જાગૃતિની પહેલ કરી છે. હેલ્પલાઇન, શ્રમજીવી વર્ગ માટે ફૂડ પેકેટ, રાશનકીટનું વિતરણ કર્યા પછી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેલા લોકોને સમજાવવા માટે પોલીસ આગળ આવી છે. ડીવાયએસપી જે.એન. પંચાલ ગઈ કાલે ભુજના સંજોગનગર વિસ્તારમાં હોમ ક્વોરેન્ટાઈનમાં રખાયેલા લોકોને મળ્યા હતા. ક્વોરેન્ટાઈન દરમ્યાન તેમની અને તેમના પરિવાર તેમ જ અન્ય લોકોની સલામતી માટે ૧૪ દિવસ ઘેર રહેવા વિશે સમજાવ્યા હતા. તો, હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા લોકોને કોરોના છે એ માન્યતા એ ગેરસમજ છે. તેઓ બહારગામથી આવ્યા હોઇ સલામતીના કારણોસર તેમને અલગ રાખવા માટે ક્વોરરન્ટાઇન કરાયા છે. તેમના ઘર બહાર બોર્ડ પણ અન્ય લોકો તેમના સંપર્કમાં ન આવે તે હેતુ થી જાગૃતિ માટે લગાડવામાં આવ્યું છે. લોકો સરકાર અને તંત્રને સહયોગ આપે તેવી અપીલ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કરાઈ છે.

(12:44 pm IST)