Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ઘરમાં રહેજો અને તબીયત સાચવજોઃ લોકગાયીકા ગીતા રબારીનો ઘરકામ કરતા કરતા લોકોને સંદેશ

રાજકોટઃ. લોકગાયીકા અને કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતા રબારી હાલમાં પોતાના વતન કચ્છના ટપ્પર ગામે લોકડાઉનને સમર્થન આપી રહ્યા છે અને સતત કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા ગીતા રબારી હાલમાં ઘરમાં જ રહીને ઘરકામ કરી રહ્યા છે. તેઓએ લોકોને પણ ઘરમાં જ રહીને કોરોનાની મહામારીથી બચવા સંદેશ પાઠવ્યો છે. આજે પોતાના વતન ટપ્પર ગામમાં જુદા જુદા વિસ્તારોમાં સેનીટાઈઝર કરવામાં આવશે. બે થી ત્રણ હજારની વસ્તી ધરાવતા ટપ્પર ગામના લોકો પણ કોરોનાથી બચે તે માટે સતત જાગૃતતા દાખવી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં લોકગાયીકા ગીતા રબારી પોતાના ઘરે કચરો વાળે છે, લસણ ફોલે છે અને દોરડા કૂદે છે જે નજરે પડે છે.

(12:21 pm IST)