Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

હળવદનાં નવા રાયસંગ પરમાં ખેત મજૂર યુવતિનું કોરોનાથી કે અન્ય કારણથી મોત? રિપોર્ટની જોવાતી રાહ

હળવદ,તા.૨૭: સરકારી દવાખાના ખાતે એકઙ્ગ યુવતીનું શંકાસ્પદ મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે. જેમાં આ યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. જેથી ફરજ પરના તબીને તેને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ તે પૂર્વે જ આ યુવતીએ દમ તોડી દેતા તેના મૃતદેહને રાજકોટ ખસેડવામાં આવ્યો છે અને સેમ્પલ લઈને જામનગર મોકલવામાં આવ્યા છે.

મૂળ છોટાઉદેપુર વિસ્તાર ના અને હાલ હળવદના નવા રાયસરપર ગામેઙ્ગ પરિવાર ની ૧૯ વર્ષની એક યુવતી ને છેલ્લા એક અઠવાડિયાથી શરદી, ઉધરસ અને તાવ રહેતો હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવી હતી. અનેઙ્ગ જયાં ફરજ પરના તબીબ ડોકટર કૌશલભાઈ નેઙ્ગ આ યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને તુરંત જ વધુ ચેક અપ તેમજ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી દીધી હતી. શરૂઆત માં પ્રાથમિક સારવાર શરૂ કરી ત્યાં જ થોડી મિનિટો માં જઙ્ગ આ યુવતીનું મોત નીપજયું હતું. આથી તેની ડેડ બોડી ને પી.એમ. માટે રાજકોટ ફોરેન્સિક લેબ માં મોકલાઈ છે જે થી ત્યાં રિપોર્ટ મેળવી ને આ યુવતી ને કોરોના હતો કે નહીં તેની સ્પષ્ટતા થઈ શકે.

(11:50 am IST)