Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પોરબંદરમાં લોકડાઉન દરમિયાન બિનજરૂરી અવર જવર કરતા ૫ શખ્શો સામે જાહેરનામા ભંગનો ગુન્હો

પોરબંદર,તા.૨૭ : લોકડાઉન દરમ્યાન બિન જરૂરી અવર-જવર કરતા ૫ શખ્શો સામે એલસીબી પોલીસે જાહેરનામાનો ભંગનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

ભારત સરકારશ્રી અ ને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે વિવિધ પ્રકારની મર્ગૃદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાના શખ્ત અમલવારી થાય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષ મનીંદર પ્રતાપસિંહ પાવર તથા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ નાઓની સીધી સુચના અન્વયે એલસીબી પીઆઇ તથા એમ.એને દવે નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એચ.એન. ચુડાસમા એલ.સી.બી. સ્ટાફ સાથે પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કિર્તીમંદિર તથા કમલાબાગ વિસ્તારોમાથી લોકડાઉનનુ ઉલ્લઘન કરતા પાંચ ઇસમો વિરૂધ્ધમા આઇ.પી.સી. કલમ ૨૬૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગુન્હાની વિગત : આઇ.પી.સી. કલમ ૨૬૯ મુજબ કામના ૫ આરોપીઓ કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં જાહેરમાં અવર-જવર કરવા અંગે પ્રતિબંધ હોવા છતા કોરોના વાયરસનું પોતાને તથા અન્ય વ્યકિતનેે સંક્રમણ થવાની સંભાવના હોવાનું જાણવા છતાં જાહેરમાં બીન જરૂરી અવર-જવર કરી બેદરકારી ભર્યુ કૃત્ય કરતા રાકેશ કાનજીભાઇ સલેટ ઉ.વ. ૩૭ રહે, જુરીબાગ, દિનેશ નારણભાઇ શેરાજી ઉ.વ. ૫૦ રહે, લાલ પેલેસ, કાસમ અબ્દુલલતીફ રાવડા, ઉ.વ. ૩૬ રહે, નાના કુંભારવાડા, અલ્પેશ કિશોરભાઇ ભાદ્રેચા, ઉ.વ. ૩૦ રહે, ખારવાવાડ, યોગેશ કાનજીભાઇ ગાહેલ, ઉ.વ. ૨૯ રહે, ખારવાડ સામે ગુન્હો નોંધાયો છે.

આ કામગીરીમાં અધિકારી/કર્મચારી પોરબંદર એલ.સી.બી.ના પીઆઇ એમ.એન. ચુડાસમા, જમાદાર રમેશભાઇ જાદવ, રેડ મેન્સએલ બટુકભાઇ વિંઝુડા, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, કોન્સટેબલ સલીમ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.

(11:48 am IST)