Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જુનાગઢમાં લોકડાઉન વચ્ચે જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલાની ધરપકડ

જુનાગઢ તા. ર૭: કોરોના મહામારીને લઇ સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન છે. આમ છતાં જુનાગઢમાં ફુલીયા હનુમાન વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા એ ડીવીઝન પી.એસ.આઇ. વી. આર. ચાવડા એ મોડી રાત્રે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલ ભાવનાબેન પ્રકાશ ગાંગડીયા (ઉ.વ.૩૭), મનીષાબેન કાનભાઇ વાઘેલા (ઉ.વ. ૩૦), હંસા અશોકભાઇ ગાંગડીયા (ઉ.વ.૪૦), નિશાલી સંજયભાઇ સરવૈયા (ઉ.વ. ર૩) અને રમીલાબેન ગુણુભાઇ વોરા (ઉ.વ. ૪પ) ને પકડી પાડી હતી.

પોલીસે મહિલાઓ પાસેની રૂ. ૮૬૯૦ ની રોકડ અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧ર૧૯૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આમ લોકડાઉન દરમ્યાન ઘરમાં રહેવાને બદલે જાહેરમાં પાટલો માંડી મહિલાઓએ જુગાર શરૂ કરતાં ચકચાર પ્રસરી ગઇ હતી.

(11:48 am IST)