Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

માધવપુર શાકમાર્કેટમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે શાકભાજીનું વેચાણ

રાણાવાવમાં સેનેટાઇઝર તથા અનાજ વિતરણ

પોરબંદર તા.૨૭ : માધવપુરમાં શાકમાર્કેટમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે શાકભાજીનું વેચાણ કરાયુ હતુ.

સરકારશ્રીના આદેશો અને માર્ગદર્શિકાઓનુ પાલન કરી આ રોગચાળા પર નિયંત્રણ લાવવા માટે સહકાર આપી રહ્યા છે. કોરોના વાઇરસ દરમિયાન સોશયલ ડીસ્ટન્સ રાખવુ સાવચેતી માટે જરૂરી છે. તેની ફેલાવાની શકયતા નહિવત થઇ જતી હોય છે. સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ લોકડાઉન દરમિયાન જયારે પણ આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા લોકો એકઠા થાય ત્યારે પણ દરેક લોકો વચ્ચે જરૂરી અંતર રહે તે માટે સુચન અપાતા પોરબંદર જિલ્લામાં તંત્ર દ્વારા લોકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ માટે જમીન પર માર્કિંગ કરાયા છે અને તે મુજબ લોકોને તેમા ઉભા રહી ખરીદી કરવા જણાવવામાં આવતા લોકો આ સુચનાનુ પાલન કરાવવામાં આવી રહેલ છે.

માધવપુરમાં શાકભાજીના વેચાણને વિતરણ દરમિયાન લોકોએ આ માર્કીંગ પર ઉભા રહી શાકભાજીની ખરીદી કરી હતી. રાણાવાવમાં લોકોને પંડીત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતે અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનુ વેચાણ કરેલ એ પુર્વે વસ્તુ લેવા આવનાર લોકોના સેનીટાઇઝરથી હાથ સાફ કરી વસ્તુનુ વેચાણ કરેલ હતુ.

પોરબંદર જિલ્લા કલેકટર ડી.એન.મોદી અને અધિક કલેકટર રાજેશ તન્ના સહિતના વરીષ્ઠ અધિકારીઓએ જિલ્લા તંત્રના સબંધીત અધિકારીઓને આ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

(11:48 am IST)
  • મહારાષ્ટ્રનો આંક 153: મુંબઈમાં આંક વધતો જ જાય છે : મુંબઈમાં 5 નવા કેસો અને વાશીમાં 1 નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં 153 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે access_time 8:06 pm IST

  • કચ્છમાં ક્વોરન્ટાઈન સેન્ટરની હાલત ખરાબ:બેડ પર ગાદલાની પણ નથી વ્યવસ્થા :ભુજ-ગાંધીધામમાં વોર્ડ કરાયા છે શરૂ :યોગ્ય ભોજન વ્યવસ્થાનો છે અભાવ : કવોરન્ટાઈન લોકો દ્વારા કરાઈ ફરીયાદ access_time 10:37 pm IST

  • સ્પેનમાં 64,000 કોરોના પોઝિટિવ કેસો : 5,000 ના મોત : 9,357 લોકો સાજા થયા access_time 12:25 am IST