Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી રાહતનિધિમાં ૭ાા લાખનો ફાળો ૧ દિ'માં આવ્યો

રાજકોટ, તા.૨૭: કોરોના વાયરસની બીમારી સામે લડવા માટે નાગરિકો, સેવાભાવિ સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો વગેરેને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અપીલને ધ્યાને લઇ રાજકોટ કલેકટર કચેરી ખાતે ગઇકાલે ૧ દિ'માં કુલ રૂ.૭,૬૪,૭૨૨ની રકમ મુખ્યમંત્રીના રાહતનિધિમાં અર્પણ કરવામાં આવી હતી.

જેમાં લોઠડા-પીપીલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા રૂ.૫,૦૦,૦૦૦, આવકાર સિલ્વર દ્વારા રૂ.૧,૧૧,૧૧૧, મીરામ્બીકા એજયુકેશન ગ્રૃપ દ્વારા રૂ.૧ લાખ, સરગમ ફૂડ દ્વારા રૂ.૫૧,૧૧૧ અને શિરીષ એમ.વાછાણી દ્વારા રૂ.૨૫૦૦ની રકમનો સમાવેશ થાય છે.

(11:47 am IST)
  • મોડીરાત્રે રાજકોટમાં વરસાદી છાંટા : બપોરથી ભારે પવન ફુંકાતા વાતાવરણમાં પલટો : સમી સાંજે પવનનું જોર ઘટ્યું : મોડીરાતે કાલાવડ રોડ ,અમીનમાર્ગ અને સાધુ વાસવાણી રોડ પર વરસાદના છાંટા : લાઈટ ગુલ : જોકે વીજપુરવઠો તુરત કાર્યરત થયો છે access_time 11:28 pm IST

  • આંધ્રપ્રદેશમાં વધુ બે વ્યક્તિઓને પોઝિટિવ આવતા કુલ 13 કોરોનાના કેસ થયા access_time 12:28 am IST

  • અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા ઉપર તાજેતરમાં જે ત્રાસવાદીએ સુસાઇડ એટેક કર્યો તે ભારતના કેરળ રાજ્યનો હતો,તેને ત્રાસવાદી સંગઠન આઈએસ દ્વારા ભરતી કરવામાં આવેલ અને તેનું નામ મુહઈન અબુ ખાલિદ અલ હિન્દી હતું access_time 12:42 am IST