Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

વિંછીયાના છાસીયા ગામે પરણિતા કાજલબેન કોળીનો ઝેર પી આપઘાત

મૃતક કાજલબેનના એક માસ પૂર્વે જ લગ્ન થયા'તાઃ કારણ અંગે તપાસ

વિંછીયા તા. ર૭ :..  વિંછીયા તાલુકાના છાસીયા ગામમાં કોળી પરિણિતાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાત કરી લેતા ખોબા જેવડા છાસીયા ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

મળતી હકિકત મુજબ વિંછીયા તાલુકાના છાસીયા ગામમાં કોળી પરિણિતા કાજલબેન અશ્વિનભાઇ ઝાપડીયા ઉ.રર એ પોતાના ઘરે કોઇ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીના પતિ અશ્વિનભાઇ વિંછીયા દવાખાને લાવેલ પણ કાજલબેન એ રસ્તામાં જ દમ તોડી દેતા તેણીનો મૃતદેહ  જ હોસ્પિટલે પહોંચ્યો હતો.

મૃતક કાજલબેનના એક માસ પૂર્વે જ લગ્ન થયા હતાં. તેમજ પતિ અશ્વિભાઇ ખેત મજૂરી કરે છે. બનાવની વધુ તપાસ - વિંછીયા પોલીસ સ્ટેશનના પી. એસ.આઇ. એમ. જે. પરમાર ચલાવે છે.

(11:47 am IST)