Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જેતલસર-જેતપુરના શાળા સંચાલકની કવોરોન્ટાઇન માટે પોતાના બંને શાળા સંકુલો આપવાની તૈયારી

જેતલસર,તા.૨૭: રાજયમાં કોરોનાના કહેર સામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કવોરોન્ટાઇન જાળવવા અનુરોધ કર્યો છે. આ સમયે ભારતના નાગરિક તરીકે રાષ્ટ્રીય ફરજના ભાગરૂપેઙ્ગ જેતલસર-જેતપુરનાઙ્ગ દિનેશ ભુવા અને તેની ટીમે પોતાનાઙ્ગ જેતલસર હાઈસ્કૂલ અને પેઢલા સ્થિત ધવલ સ્કૂલ એમ બે વિશાળ શૈક્ષણિક સંકુલો સરકારને વીનામૂલ્યે કવોરોન્ટાઇન માટે આપવા તૈયારી બતાવી છે.વેકેશન ખૂલતાં એક સપ્તાહ પહેલા વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઈ બંને કેમ્પસની સરકાર દ્વારા જરૂરી રીતે સેનેટાઇઝ કરી આપવાની અપેક્ષાએ બંને શૈક્ષણિક સંકુલો સોપવાની ઓફર કરેલ છે.  સાથોસાથ બને કેમ્પસનો આશરે ૧૦૦થી વધારે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક મેનપાવર સ્ટાફ પણ દર્દીઓની દેખરેખને કોરોના મહામારીની કામગીરી માટે સરકારના હવાલે મૂકવાની ઓફર કરેલ છે.

(11:42 am IST)