Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જુનાગઢમાં માસુમ બાળાને કોરોનાની શંકાઃ રિપોર્ટની પ્રતિક્ષા

શંકાસ્પદ લક્ષણો જણાતા સિવીલના આઇસોલેશનમાં: લોકડાઉનના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે ધસારો

 જુનાગઢ તા. ર૭ : જુનાગઢ સીવીલના આઇસોલેશન વોર્ડમાં આઠ વર્ષની માસુમ બાળકી હજુ સારવાર હેઠળ છે કોરોનાની આશંકા વચ્ચે આ બાળકીના લોહીના નમુનાના રિપોર્ટની પ્રતિક્ષા થઇ રહી છે.

સોરઠમાં અને ખાસ કરીને હજુ સદનસીબે કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી પરંતુ એક આઠ વર્ષની બાળકી સરકારી હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમા સારવાર હેઠળ છે.

આ માસુમના પિતા તાજેતરમાં જ દિલ્હીથી આવેલ તેથી બાળકીને કોરોના હોવાની શંકાને લઇ સઘન સારવાર આપવામાં આવી રહી છે.

જો કે આ બાળકીના લોહીના નમુના પૃથ્થકરણ માટે ભાવનગર મોકલવામાં આવેલ છે જેણે રિપોર્ટ આવ્યેથી બાળકીની સ્થિતી અંગે ખબર પડશે.

બીજી તરફ આજે ૧૪ એપ્રિલ સુધીના લોકડાઉનો ત્રીજા દિવસ છે જુનાગઢમા આજે પણ સવારથી લોકો દુધા, શાકભાજી, કરિયાણાની ખરીદી માટે પડાપડી કરતા જોવા મળ્યા છે.

લોકડાઉનને લઇ મોટાભાગના લોકો કંટાળી ગયા હોય હવે મીત્રો-સગા સંબંધીઓ વગેરે સાથે વિડીયો કોલીંગ શરૂ કરેલ છે લોકડાઉનના કારણે કેટલાક લોકોની શારીરીક સ્થિતી પણ અસ્ત વ્યસ્ત છે.

(11:41 am IST)