Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ભચાઉના સામખિયાળી અને લલીયાણામાં ક્રિકેટ રમ્યા બાદ એકાએક બે યુવાનોના મોતથી શોક અને ચર્ચા

બન્નેના મોતના બનાવમાં ક્રિકેટ જોડાયેલ હોઇ આ બનાવે ચર્ચા સર્જી

 ભુજ તા. ર૭: (ભુજ) ભચાઉના બે અલગ અલગ ગામોમાં બનેલા બે અલગ અલગ બનાવોમાં બનેલ બે યુવાનોના મોતના બનાવે શોક સાથે ચર્ચા સર્જી છે.

લલીયાણા ગામે પોતાના વરંડામાં ક્રિકેટ રમતા ર૬ વર્ષીય યુવાન અર્જુનસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા એકાએક પડી ગયા હતા.

તેમને ભચાઉ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવમાં સામખીયાળી ગામે રપ વર્ષીય નીતિન મણિલાલ કોળી પોતાના ઘર પાસે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે એકાએક ઉલટી થતાં તેને ભચાઉ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું મોત નીપજયું હતું.

(11:41 am IST)
  • શિરડી સાંઈબાબા મંદિરે 51 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા : કોરોના સામેના જંગમાં આર્થિક મદદ કરી access_time 7:13 pm IST

  • મનરેગાના હજારો કરોડના ડ્યું 10 એપ્રિલ સુધીમાં ક્લીયર: 10 એપ્રિલ સુધીમાં મનરેગા યોજના હેઠળ બાકી રહેતા તમામ 11,499 કરોડની રકમો કેન્દ્ર સરકાર ચૂકવી આપશે : સત્તાવાર જાહેરાત access_time 8:26 pm IST

  • કોરોનાના કહેર વચ્ચે વિશ્વના સૌથી પ્રભાવીત : ઇટાલીથી ૨૬૨ લોકોને લઇ પરત ફરી ભાવનગરની પાયલોટ સ્વાતી : આણંદઃ ગુજરાતની પાયલોટ સ્વાતી રાવલ હાલમાં જ ઇટાલીથી એર ઇન્ડિયાના વિમાનમાં ૨૬૩ મુસાફરોને લઇને સ્વદેશ પરત ફરી હતી. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. સ્વાતી ભાવનગરની છે અને તેઓ આણંદ સ્થિત મોટી બેનના ઘરે માતા-પિતાને મળવા આવી છે. access_time 1:03 pm IST