Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

લોકડાઉનમાં કચ્છ પોલીસ બની વૃધ્ધ પરિવારજનોનો સહારો

પશ્ચિમ કચ્છના ડીએસપી સૌરભ તોલંબિયા પહોંચ્યા એકલ દોકલ વૃધ્ધ પરિવારની મદદે, સંતાનો કમાવવા માટે બહારગામ હોઈ કચ્છમાં અનેક વૃધ્ધ પરિવારજનો રહે છે એકલાઃ એક નજર ઇધર બી, લોકડાઉન દરમ્યાન પોલીસની સંવેદનાભરી કામગીરીએ જીત્યા લોકોના દિલ

ભુજ,તા.૨૭: લોકડાઉન દરમ્યાન પોલીસની કડકાઈના સમાચાર ભલે ચર્ચામાં રહે છે, પણ પોલીસની આ કડકાઈ આપણને અને આપણા પરિવારોને કોરોનાથી બચાવવા માટે છે. સાથે સાથે પોલીસની કામગીરી સંવેદના સભર પણ રહી છે. એક નજર કરીએ પોલીસના માનવીય અભિગમ તરફ. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારાઙ્ગ સંવેદનાપૂર્ણ કામગીરી કરાઈ રહી છે. લોકડાઉન દરમ્યાન ખાસ કરીને એકલ દોકલ રહેતા વૃદ્ઘ પરિવારો તેમ જ દરરોજ કમાનાર શ્રમજીવી વર્ગ માટે મુશ્કેલી ઉભી થઇ છે. પરંતુ ડીએસપી સૌરભ તોલંબિયાએ આ માટે પહેલ કરીને વૃદ્ઘ પરિવારોને કયાંય દવા કે ભોજનની મુશ્કેલી પડે તો પોલીસ દ્વારા સહાયતા મળી રહે તે માટે ફોન હેલ્પલાઇન શરૂ કરી. આ હેલ્પલાઇન નંબર તમામ મીડીયામાં વાયરલ કર્યા. પોલીસ સ્ટાફને પણ મદદરૂપ બનવા સૂચના આપી. લોકડાઉન દરમ્યાન કચ્છમાં પોલીસે ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ દ્વારા શ્રમજીવી પરિવારના બાળકોને, તેમ જ પરિવારના સભ્યોને ભોજન અને જરૂર પડ્યે ત્યાં રાશન ઉપલબ્ધ કરાવ્યું. ખુદ ડીએસપી સૌરભ તોલંબિયા પણ વૃદ્ઘ પરિવારોની ખબરઅંતર પૂછવા નીકળ્યા અને તેમને મદદરૂપ પણ બન્યા હતા. કચ્છના અનેક યુવાનો કમાવવા માટે વતન છોડીને દેશ દેશાવર ગયા હોઈ અનેક વૃદ્ઘ પરિવારજનો એકલા રહે છે. ત્યારે પોલીસની આવી કામગીરી તેમના માટે સાંત્વના રૂપ છે.

(11:40 am IST)