Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કચ્છમાં ૬ લાખ લોકોનો સર્વે : ૧૪૩૭ કવોરેન્ટાઇન

૧૬માંથી ૧૫ દર્દીઓને રજા : પોઝીટીવ મહિલા દર્દીની તબિયત સુધારા ઉપર

ભુજ તા. ૨૭ : કચ્છમાં ગુરુવારથી શુક્રવાર સવાર સુધી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એક પણ શંકાસ્પદ કેસ નહીં નોંધાતા તંત્રને હાશકારો થયો છે. તો, બીજા સારા સમાચાર એ છે કે, ૧૬ શંકાસ્પદ દર્દીઓ પૈકી ૧૫ દર્દીઓને રજા આપી દેવાઈ છે.

જયારે એક પોઝિટિવ મહિલા દર્દીની તબિયત સુધારા પર છે. અત્યારે આરોગ્ય વિભાગની ૨૧૧૬ ટીમો દ્વારા સમગ્ર કચ્છમાં ઘેર ઘેર સર્વે થઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધી ૬,૩૦,૧૬૮ વ્યકિતઓનો સર્વે થઈ ચૂકયો છે. જે પૈકી તાવના સામાન્ય લક્ષણ ધરાવતા ૫૪૦ વ્યકિતઓને સારવાર માટે રીફર કરાયા છે. ૧૪૩૭ વ્યકિતઓને કવોરેન્ટાઈન કરાયા છે. શંકાસ્પદ દર્દીઓ માટે ભુજ અને ગાંધીધામમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર માટેની સુવિધા કાર્યરત છે.

ભુજમાં અટવાયેલા ૮૦ લોકો ઘેર રવાના કરાયા છે. હોટેલમાં કામ કરતા લોકોને વ્હારે તંત્ર છે. વહીવટી તંત્ર - પોલીસ દ્વારા વ્યવસ્થા કરાઇ હતી. બે બસ લોકો ભીલોડા જવા રવાના કરાયા હતા.

કચ્છમાં કવોરન્ટાઇન સેન્ટરની હાલત ખરાબ છે બેડ પર ગાદલાની પણ વ્યવસ્થા નથી. ભુજ - ગાંધીધામમાં વોર્ડ શરૂ કરાયા છે. યોગ્ય ભોજન વ્યવસ્થાનો અભાવ છે. કવોરન્ટાઇન લોકો દ્વારા ફરીયાદ કરવામાં આવી રહી છે.(૨૧.૧૧)

 

(11:40 am IST)