Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શાકભાજી મળશે

શાકભાજી-કરિયાણા દુકાનોએ સલામત અંતરે, ભીડ અટકાવવા, વર્તુળ બનાવ્યા

મોરબી,તા.૨૭:  જિલ્લા કલેકટર જે.બી.પટેલે શહેરભરની મુલાકત લઈને શાક માર્કેટમાં લોકોની સલામતી જળવાઈ રહે તે માટે પાલિકા તંત્રને લોકડાઉન દરમિયાન થોડા દિવસો માટે હાલની શાક માર્કેટને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સલામતી વાળી જગ્યાએ શિફ્ટ કરવાની સૂચના આપી છે.

આ શાક માર્કેટમાં જયાં ત્યાં કચરો પડ્યો હોય અને વધુ લોકો ઊમટતા હોવાથી લોકોની સલામતી જોખમમાં મુકાય તેવી ભીતિ હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. કલેકટરની સુચનાને પગલે પાલિકા તંત્ર દ્વારા શાક માર્કેટને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખસેડી દેવાશે તેમ પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર કલ્પેશભાઇ ભટ્ટે જણાવ્યું હતું જયાં પણ સ્વચ્છતા અને લોકોની વધુ ભીડ ન થાય તે માટે તકેદારીના પગલાં લેવામાં આવશે.

લોકો શાકભાજી અને કરિયાણાની ચીજવસ્તુ ખરીદી કરવા સમયે ભીડ ના કરે અને કોરોના ફેલાતો અટકાવવા માટે દુકાનો પાસે સલામત અંતરે વર્તુળ બનાવ્યા છે પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા સલામત અંતરે વર્તુળ બનાવ્યા છે જેથી નાગરિકો તે વર્તુળમાં સલમાત અંતરે ઉભા રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ શકે. તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

(11:40 am IST)