Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કેશોદના ૬૭ યાત્રિકો હેમખેમ વતન પરત ફર્યા

કેશોદ તા. ૨૭ : કેશોદ પંથકનાં યાત્રિકો શ્રીમદ ભાગવત સપ્તાહમા હાજરી આપવા ટ્રેન મારફત હરિદ્વાર ગયા હતા. જયારે સપ્તાહ પૂર્ણ થઈ અને કેશોદ આવવા રવાનાની તૈયારી શરૂ થઈ ત્યારે ખબર પડી કે કોરોના વાયરસ ના કારણોસર જનતા કરફયુ લદાયો હતો અને જે ટ્રેન મારફત કેશોદ આવાના હતા તે ટ્રેન નો રૂટ રદ થયો હતો. એટલે તેમની સાથે રહેલા પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકને ઓળખતા કોઈકે તેમનો સંપર્ક કરી અમો હરિદ્વાર ફસાયા હોવાની માહિતી આપી હતી જેથી કોર્પોરેશનની બસ દોડાવી ફસાયેલા લોકોને દિલ્હી બોલાવી ૧ દિવસ તેમના બંગલે રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી લકજરી બે બસ બંધાવી તમામને કેશોદ આવવા રવાના કર્યા હતા.

 આ તમામ લોકોને રસ્તામાં કંઈ તકલીફ ના પડે કોઈ રોકે નહી તે માટે એક લેટર લખી આપી બસની આગળ ફોરવીલ વાહન આગળ રખાયું હતું. કેશોદ ફરેલા લોકોએ પોતાની સાથે રહેલ સૂકા નાસ્તાથી રોળવી ૨ દિવસ પસાર કર્યા હતા. આમ એક સાંસદે પોતાના વિસ્તારના લોકો હરિદ્વારમા ફસાયાની જાણ થતાં જ મદદે આવતા કેશોદના લોકો એ તેમનો આભાર વ્યકત કર્યો હતો જો કે બહારના રાજયોમાંથી પરત ફરતા પ્રવાસીઓને મેડીકલ તપાસ કરી હોમ કવોન્ટા ઇન કરવામાં આવે છે તેવી જ રીતે મળ્યા રાત્રીના સમયે બસ દ્વારા કેશોદ પરત ફરેલાં ૩૫ મહીલાઓ ૩૦ પુરૂષોની મેડીકલ તપાસ કરી હોમ કવોન્ટાઈન કરાયા હતા.

(11:38 am IST)