Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પશુઓમાં કોઇ રોગચાળો નથી ને ? તપાસ કરવા કુંવરજીભાઇની સુચના

મરઘા ઉછેર કેન્દ્ર માટે ગુજરાત બહારથી ખોરાક લાવવાની છુટ

રાજકોટ, તા. ર૭ : રાજયમાં કોરોના વાઇરસે ફફડાટ ફેલાવી દેતા જનઆરોગ્ય પર જોખમ ઉભુ થયું છે. ગુજરાતમાં જનસંખ્યાની જેમ પશુધન પણ મોટા પ્રમાણમાં છે. પશુઓમાં કોરોના અથવા વાતાવરણ પ્રેરિત અન્ય કોઇ રોગચાળાની અસર નથી ને ? તેની તપાસ કરવા માટે પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ તંત્રને સૂચના આપી છે. ગાય, ભેંસ, બળદ વગેરે કોઇપણ પશુઓમાં કોઇ અસાધારણ રોગ અથવા લક્ષણ દેખાય તો ત્વરિત સારવાર શરૂ કરવા માટે જણાવ્યું છે.

રાજયના મરઘા ઉછેર કેન્દ્રોમાં મહારાષ્ટ્ર-રાજસ્થાન તરફથી ખોરાક આવે છે તેના પરિવહન માટે છુટ આપવામાં આવી છે. કુંવરજીભાઇ પોતાના મતક્ષેત્ર જસદણની પરિસ્થિતિ અંગે સતત આરોગ્ય અને વહીવટી તંત્રના સંપર્કમાં છે.

(11:38 am IST)