Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ઉનામાં સુરતથી ૩ ટ્રકોમાં આવેલ લોકોને પોલીસ અને સેવાભાવીઓની મદદથી વતન પહોંચાડયા

તમામ લોકોને ફુડ પેકેટ તથા વાહન વ્યવસ્થા કરી આપી

ઉના, તા. ર૭ : ઉના પંથકના વતનીઓ અને સુરતમાં કામ કરતા લોકો ૩ ટ્રકો ભરીને હેમખેમ ઉના આવતા પોલીસ અને સેવાભાવિઓની મદદથી તમામને વાહન વ્યવસ્થા કરીને વતન પહોંચાડયા હતાં. પાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી, સેવાભાવી અગ્રણીઓ, યુસુફભાઇ, સંજયભાઇ બાંભણીયા, રસીકભાઇ ચાવડા, કિરણભાઇ, ધર્મેશ જેઠવા, ચિંતન ગઢીયા, વિનુભાઇ બાભણીયા વગેરે સુરતથી આવેલા જરૂરીયાતમંદ લોકોને ફુડ પેકેટ સહિત આપીને વતન પહોંચાડી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાહન વ્યવસ્થા કરવામાં પોલીસનો સહયોગ મળ્યો હતો. તમામ લોકો કોરોના વાયરસના કહેરથી સુરતથી ઉના હેમખેમ પહોંચ્યા હતાં.

(11:37 am IST)