Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

મોટીમારડ ગામ સંપુર્ણ લોકડાઉન

:.. મોટી મારડ તા. ધોરાજી : ધોરાજી તાલુકાના મોટીમારડ ગામ તથા આજુ બાજુન ગામોમાં કેન્દ્ર સરકારના આદેશ મુજબ સંપૂર્ણ લોકડાઉન રહેવા પામેલ છે. લોકડાઉનમાં કોઇપણ વ્યકિત કારણ વગર બહાર નિકળે તો તેને પોલીસના જવાનો ત્થા જીઆરડી ના જવાનો કોરોનાની ગંભીરતા સમજાવી પ્રેમથી પરત મોકલી સરાહનીય કામગીરી બજાવે છે. દરમ્યાન મોટી મારડ ગામમાં ગામ પંચાયત દ્વારા શેરીએ - શેરીએ હાઇડ્રો કલોરાઇડ સોલ્યુશન નામની દવાનો છંટકાવ કરેલ. જે સેનીટરાઇઝનું કામ કરે છે. તસ્વીરમાં બંદોબસ્તમાં રહેલા જવાનો નજરે પડે છે. (તસ્વીર : મયુર વ્યાસ)

(11:37 am IST)
  • 'બાહુબલી'ફેમ પ્રભાસે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ૪ કરોડ રૂપિયા દાનની જાહેરાત કરી છે : કોરોના સામે ચાલી રહેલી જંગમાં સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર માટે સેલિબ્રિટીઝે પોતાની તિજોરી ખોલી છે access_time 3:22 pm IST

  • આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ : ગુજરાત માટે રાહતના સમાચારઃ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી : અત્યાર સુધી ગુજરાતમાં ૪૪ કેસ પોઝીટીવ access_time 1:04 pm IST

  • ન્યુયોર્ક પોલીસના 442 ઓફિસરોને કોરોના પોઝિટિવ આવેલ છે access_time 12:31 am IST