Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ગોંડલમાં લોકડાઉન દરમિયાન જીવદયા પ્રવૃતિ

ગોંડલઃ કોરોના વાઈરસને લઈને સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે લોકો દ્વારા આ જાહેરાતને અનુસરીને પોતાના ઘરમાજ રહીને તકેદારી રાખતાં હોયછે. પરંતુ મુંગા પશુઓનુ શુ તેમની દેખભાળ કોણ રાખશે પ્રકૃતિનુ ધ્યાન પણ આપણેજ રાખવાનું હોય જે અનુસરીને ગોડલ ના પત્રકાર જીતુભાઇ આચાર્ય પારસ સેજપાલ રામભાઈ ટાક પ્રિયંક ગણોદીયા સહિતના યુવાનોએ ગામની દેખરેખ રાખતાં રખડુંઓને લાડવા ગાઠીયા રોટલા રોટલી બીસ્કિટ સહિત ની ખાધ વસ્તુઓ નાખવામાં આવે છે પ્રકૃતિને પણ બચાવવા માટે પ્રયાસ થયો છે. તસ્વીરમાં નજરે પડે છે( તસ્વીરઃ હરેશ ગણોદીયા.ગોડલ)

(11:35 am IST)