Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ગોંડલમાં માત્ર ૧૨ ડાઘુઓ સાથે સ્મશાનયાત્રા નીકળી : બેસણુ રદ્દ કરી દેશભકિત દાખવી

કોરોનાના કહેરને લઇ લૌક્કિ બંધ રાખી માત્ર મોબાઇલ ફોન પર બેસણાનું આયોજન કર્યું

 કાલાવડ તા. ૨૭ : ગુંદાળા રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા સેંજરીયા પરિવારમાં બનવા પામી છે. પરિવારના મોભી અને યોગી જનરલ સ્ટોર નામે દુકાન ચલાવતા હસમુખભાઈ સવજીભાઈ સેંજલીયા ઉંમર વર્ષ ૬૦નું બીમારીના કારણે નિધન થતા પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો.

કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો હોય સગા સ્નેહી અને મિત્ર વર્તુળની તંદુરસ્તી જોખમાય નહિ તે હેતુથી માત્ર ૧૨ વ્યકિતઓ સાથે સ્મશાનયાત્રા નીકળી હતી અને સુરક્ષાને ધ્યાને રાખી તમામ ડાધુઓને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બેસણામાં સગા સ્નેહીઓ ભેગા ન થાય તે માટે માત્ર મોબાઇલ ફોન પર જ બેસણાનું આયોજન કરી સાચા અર્થમાં સેંજલીયા પરીવાર એ દેશભકિત દાખવી છે અને લૌકિક ક્રિયા પણ બંધ રાખી છે.

(11:32 am IST)