Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

હળવદમાં શ્રમજીવીઓને ભોજન અપાયું

 હળવદઃ મોરબી અને કચ્છ માંથી ઘણી મોટી સંખ્યા માં શ્રમજીવીઓ માદરે વતન મધ્યપ્રદેશ - રાજસ્થાન - દાહોદ તરફ જવા પગપાળા રવાના થયા છે એ શ્રમજીવીઓ સાથે નાના નાના બાળકો અને મહિલાઓ અને વડીલો પણ સાથે છે ત્યારે તેઓ રાત્રી ના સમયે હળવદ થી પસાર થઈ રહ્યા હતા લગભગ શ્રમજીવીઓ સવાર થી જ ચાલતા નીકળી ગયા હોય અને નાસ્તો કરીને જ ચલાવી લીધું હતું ત્યારે આશાપુરા હોટલ ના સંચાલકો એ સર્વે શ્રમિકો ને શુદ્ઘ અને સાત્વિક ભોજન ભરપેટ જમાડયું હતું અને સર્વે ની યોગ્ય સેવા પણ કરી હતી ત્યારે આવી મહામારી વચ્ચે તંત્ર પણ આ શ્રમજીવીઓ ની વ્હારે આવે અને તેમના માદરે વતન પહોંચાડવા ની વ્યવસ્થા કરે તે જરૂરી છે.સુરક્ષકર્મીઓ - આરોગ્યની સેવા આપતા કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓને વિનામૂલ્યે પાર્સલ સુવિધા આશાપુરા હોટલ દ્વારા પુરી પાડવામાં આવશે ત્યારે રાત્રીના સમયે હોટલ પાસેથી પસાર થતા આશરે ૨૫૦ થી ૩૦૦ શ્રમજીવીઓની જઠરાગ્નિ ઠારી હતી.આ કાર્યમાં હરખાભાઈ દલવાડી , હિતેશભાઈ દલવાડી , વિરુભાઈ , ઘનશ્યામભાઇ , લક્ષમણભાઈ સહિત ૨૦ થી વધુ સેવાભાવીઓ એ ખડેપગે રહી નિઃસ્વાર્થ સેવા કાર્ય કરી અને માનવતા ની મહેક પ્રસરાવી હતી.(તસ્વીરઃ હરીશ રબારી.હળવદ)

(11:26 am IST)