Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જસદણમાં જરૂરિયાતમંદ લોકો માટે વિનામૂલ્યે ભોજન શરૂ

 જસદણઃ  કોરોનાને લીધે જસદણ પંથકમાં જરૂરિયાતમંદ લોકો માટે વહીવટીતંત્ર દ્વારા  જલારામ મંદિર અને હરીબાપા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જસદણના સેવાભાવી લોકો અશોકભાઈ મહેતા, ભરતભાઈ જનાણી, હરેશભાઈ પોપટ, ચંદુભાઈ સોઢા, દિલીપભાઈ કલ્યાણી, પ્રફુલભાઈઙ્ગ પોપટ, ઘનાભાઈ તન્ના, કિશોરભાઈ સોઢા, નરેશભાઈ દરેડ સહિતના લોકો દ્વારા ઘરે જઈને બપોરે અને સાંજે ભોજન પહોંચાડવામાં આવે છે. રસોઈ બનાવવાના આ કેન્દ્રની પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચર, પીઆઇ શ્રી રાવત, પીએસઆઇ શ્રી જોશી સાહિતનાએ મુલાકાત લીધી હતી. જસદણમાં જે કોઈને ટિફિનની જરૂરિયાત હોય તો તેમણે ટીફીન માટેઙ્ગ સવારના ૯ થી ૧૧ અને બપોરે ત્રણ થી છ વચ્ચે જસદણ મામલતદાર કચેરીના ફોન નંબર ૦૨૮૨૧ ૨૨૦૦૩૨ નંબર પર સંપર્ક કરી તેમનું નામ અને સરનામું જણાવવાથી તેમના ઘરે વિનામૂલ્યે ટીફીન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. (તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી)

(11:22 am IST)