Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

વિરપુરના પત્રકારો પોલીસે વતન જવા મજુરોને વાહનની વ્યવસ્થા કરાવી આપી

વીરપુર, તા.૨૭:વીરપુર જેતપુર પંથકમાં ખેતમજૂરી તેથા કારખાનાઓમાં રોજગારી માટે આવેલ આશરે સો જેટલાં મજૂરોને વતન જવા વાહન ન મળતા પગપાળા જતા હતા ત્યારે વીરપુર પોલીસે વાહનની વ્યવસ્થા કરી દીધી હતી.

શિયાળુ પાકના વાવેતરમાં મજુરી માટે દાહોદ બાજુથી આવેલ મજૂરો કોરોના વાયરસને લઈને લોકડાઉનને હિસાબે કામ ધંધા બંધ થઈ જતાં વતનભરી વાટ પકડી હતી. પરંતુ હાલ લોક ડાઉનને હિસાબે વાહન ન મળતા સ્ત્રી, પુરુષો પોતાના નાના બાળકો સાથે પગપાળા જ નીકળી પડ્યા હતા. અને જેતપુર રાજકોટ નેશનલ હાઈ વે પર વીરપુર પાસે પહોંચ્યા જેની જાણ વીરપુરના પત્રકારોને થતાં તેઓએ ચા,પાણી અને બિસ્કીટની વ્યવસ્થા કરી હતી.

વીરપુરના સેવાભાવી યુવાન અમિત સોલંકીએ વીરપુર પોલીસના પીએસઆઇ ભોજાણીને જાણ કરતા ચારથી પાંચ પોલીસ આવી પહોંચીને કયાં જવું તેવી પુછપરછ કરી રોડ પર નીકળતા વાહન થોભાવી તમામ લોકોને તેમાં બેસાડી વતન જવાની વાહન વ્યવસ્થા કરી દેવાની પ્રસશંનીય કામગીરી કરી હતી ત્યારે પરપ્રાંતીય મજૂરોએ વીરપુર પોલીસ તેમજ પત્રકારોનો આભાર વ્યકત કર્યો હતો.

(11:17 am IST)