Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાજકોટ-મોરબીમાં ઝાપટુઃ આટકોટમાં છાંટાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડો પવન

અમદાવાદ, ગાંધીનગર, અંબાજી, મહેસાણા સહીતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ચિંતાઃ 'કોરોના' ના રોગચાળા સમયે જ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ

રાજકોટ, તા., ૨૭: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે કાલે કચ્છમાં માવઠુ વરસ્યા બાદ કાલે રાત્રીના અમદાવાદ, મોરબી, રાજકોટ સહીત જુદા જુદા વિસ્તારોમાં ઝાપટા પડયા હતા. જયારે આટકોટમાં સામાન્ય છાંટા પડીયા હતા. જયારે પવનના સુસવાટા પણ ફુંકાતા મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડકની અસર વર્તાઇ હતી.

જો કે સવારથી ધુપ-છાંવવાળુ વાતાવરણ છવાયેલું છે અને કયારેક કયારેક સુર્ય નારાયણના દર્શન થઇ રહયા છે.

આજે મોડીરાત્રે રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ તૂટી પડ્યો હતો જયારે રાજયના  અન્ય વિસ્તારોમાં  પણ વીજળીના ચમકારા વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે અમદાવાદમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ વરસ્યો હતો અમદાવાદમાં રાત્રે ૧૦.૪૦ કલાક આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. શહેરના, અકીલા એસજી હાઈવે, બોડકદેવ, બોપલ, શિવરંજની, જીવરાજપાર્ક, જમાલપુર, જોધપુર સહિતના ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ જિલ્લાના બાવળામાં પણ મોડીરાત્રે વરસાદ પડ્યો હતો આ ઉપરાંત ગાંધીનગર,અંબાજી, અને મહેસાણા સહીત રાજયના અનેક શહેરોમાં વરસાદ વરસ્યો છે રાજકોટમાં બપોર બાદ ભારે પવન ફુંકાવો શરૂ થયો હતો બાદમાં મોડીરાત્રે  રાજકોટના કાલાવડ રોડ,અમીન માર્ગ અને સાધુ વાસવાણી રોડ પર વરસાદી છાંટા પડ્યા હતા રાજકોટ ઉપરાંત મોરબી, અરવલ્લી, મોડાસા સહિત અનેક જગ્યાએ વાતાવરમમાં પલટો આવ્યા બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો. કેટલિક જગ્યાએ વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢમાં આજે પણ કમોસમી વરસાદનો માહોલ રહયો છે.

છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતા રાત્રે જુનાગઢ સહીતનાં વિસ્તારોમાં ઠંડો પવન ફુંકાયો હતો. જેના કારણે રાત્રીના વાતાવરણ ઠંંડુગાર થઇ ગયું હતું.

જયારે આજે પણ સવારથી વાદળછાંયુ વાતાવરણ પ્રવર્તે છે જેને લઇ કમોસમી વરસાદની શકયતા નકારી શકાતી નથી.

જામનગર હવામાન

જામનગરઃ શહેરનું આજનું હવામાન ર૭ મહતમ ર૧ લઘુતમ ૮૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧ પ્રતિ કલાક પવનની ગતી   રહી હતી. (૪.૬)

 

(11:39 am IST)