Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કચ્છ જિલ્લામાં ધરતી ધ્રુજી: ખાવડા પંથકમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ: ખાવડાથી 70 કી,મી,દૂર પાકિસ્તાનના રણમાં કેન્દ્રબિંદુ

પાકિસ્તાનના રણમાં ભૂકંપથી ખાવડા વિસ્તાર સુધી આંચકા અનુભવાયા

 

કચ્છ જિલ્લામાં ધરા ધ્રુજી હતી ખાવડા પંથકમાં ભૂકંપના આચકા અનુભવાયા હતા ખાવડા બોર્ડર પાસેના પાકિસ્તાનના રણમાં 4.1નો ભૂકંપનો આંચકો આવતા   વિસ્તારના લોકોમાં કંપન થતા દોડધામ મચી જવા પામી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સાંજે 5.30 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હતો

   પાકિસ્તાનના રણમાં આવેલા આંચકાની કંપન ખાવડા વિસ્તાર સુધી આવી હતી. સ્થાનિકો આંચકાનો અનુભવ થતા ઘરની બહાર દોડી આવ્યા હતા.

   ગાંધીનગરના ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજી રીસર્ચમાંથી મળી રહેલી વિગતો મુજબ આંચકાનું કેન્દ્રબિંદુ ખાવડાથી NNW 70 કિલોમીટર પાકિસ્તાનના રણમાં નોંધાયું હતું. મહત્વનું છે, કે ભૂકંપમાં કોઇ પણ જાનહાનીના અહેવાલ મળ્યા નથી. મહત્વનું છે, કે કચ્છામાં વસવાટ કરતા લોકો પણ આવા નાના મોટા આંચકાઓથી ટેવાઇ ગયા છે

(12:40 am IST)