Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જામનગરમાં ગરમ દુધમાં પડી જવાથી દાઝી ગયેલ ૩ વર્ષની બાળાનું મોત

(મુંકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૭ : અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ બેચરસિંહ એ અહીં સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧–ર–૧૯ આ કામે મરણજનાર નુર એજામ પન્ના, ઉ.વ.૩, રે. પટણીવાડ, દરબારગઢની બાજુમાં, જામનગરવાળા પોતાના ઘરે ગરમ દુધમાં પડી જતા દાઝી જવાથી તા.ર૭–ર–૧૯ ના રોજ અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં દાખલ થતા ચાલુ સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટર સાહેબે મરણ ગયેલ જાહેર કરેલ છે.

શ્વાસની બિમારી સબબ વૃઘ્ધનું મોત

અહીં વલ્લભનગર વાલ્મીકી વાસમાં રહેતા ભગવાનજીભાઈ રામજીભાઈ વાઘેલા, એ સીટી-સી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૬–૩–૧૯ ના આ કામે મરણ જનાર અમરબેન ભવાનભાઈ મકવાણા, ઉ.વ.૭૦, રે. શંકર ટેકરી, વલ્લભનગર, વાલ્મીકીવાસ, જામનગરવાળા ને શ્વાસની તેમજ મણકાની બિમારી હોય આજરોજ શ્વાસ ઉપડતા સારવારમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરતા મરણ ગયેલ છે.

બીયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૩–૧૯ ના બેડ ગામના પાટીયા પાસે આ કામના આરોપી મારખીભાઈ ડાડુભાઈ રે. ખંભાળીયાવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જા હવાલાવાળી ફોચ્યુન કાર રજી.નં. જી.જે.–૧૦–સી.એન.–રપરપમા હન્ટર સુપર સ્ટ્રોંગ પ્રીયમ બીયર ટીન નંગ–૪, તથા ફોરચ્યુન કાર જેની કિંમત રૂ.રપ,૦૦,૦૦૦ મળી કુલ રૂ.રપ૦૦૪૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સુભાષપરામાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી. શાખાના હેડ કોન્સ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૩–૧૯ ના શંકર ટેકરી સુભાષપરા–ર, બાપા સિતારામ મઢુલી પાસે, આ કામના આરોપી ભરતભાઈ અમરશીભાઈ ગણેશીયા, કલ્પેશ રમેશભાઈ માલાણી, ભીખુભાઈ પોપટભાઈ કીલાણીયા, દિનેશભાઈ ધનજીભાઈ રાઠોડ, મનીષ છોટાલાલ નાખવા, ભગવાનજી કલાભાઈ રાઠોડ, વિશાલ ઉર્ફે ઈશો રાજુભાઈ માણેક, દિલીપ ગોવિંદભાઈ, મનોજ આનંદભાઈ રાઠોડ,   રે. જામનગરવાળા જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧,૩૧૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ચંદ્રગઢના પાટીયા પાસે અજાણ્યા પુરૂષનું  બિમારી સબબ મોત

અહીં રણજીતસાગર રોડ ઉપર યુવા પાર્કમાં રહેતા હસમુખભાઈ મોહનભાઈ દુધાગરા એ પંચ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૬–૩–૧૯ ના ચંદ્રગઢ ના પાટીયે બસ સ્ટેન્ડની છાપરી નીચે આ કામે મરણ જનાર કોઈ અજાણ્યો પુરૂષ આ. ૪૦ થી૪પ વર્ષનો શરીરે કોફી કલરના પેન્ટ પહેરેલ તે પુરૂષ માનસીક બિમારી અથવા કોઈપણ કુદરતી બિમારીના કારણે આજરોજ મરણ ગયેલ છે.

(3:51 pm IST)