Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કોંગ્રેસે ગરીબી હટાવોના નારા સાથે મત મેળવ્યા, અલીબાબા ચાલીસ ચોર જેવું ગઠબંધન : નિતીનભાઇ પટેલ

જામનગરના ધ્રોલમાં ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલન

જામનગર : તસ્વીરમાં ધ્રોલમાં આયોજીત વિજય સંકલ્પ સંમેલનમાં આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)(૨૧.૨૩)

 જામનગર તા. ૨૭ : જામનગર લોકસભા વિસ્તારનાં ધ્રોલ ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, કૃષીમંત્રી આર.સી.ફળદુ, મંત્રી હકુભા જાડેજા, પૂર્વ સ્પીકર રમણભાઇ વોરા, જામનગર લોકસભાનાં ઉમેદવાર પુનમબેન માડમ, જામનગર ગ્રામ્ય વિધાનસભાનાં ઉમેદવાર રાઘવજીભાઇ પટેલ, જામનગર લોકસભાનાં ઇન્ચાર્જ અને માજીમંત્રી ચીમનભાઇ સાપરીયા સહ ઇન્ચાર્જ મેઘજીભાઇ કણજારીયા, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા તેમજ દ્વારકાનાં જીલ્લા ભાજપ પ્રમુખો સહીત બંને જીલ્લાનાં વિશાળ સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતી હતી.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે સરકારની અને કેન્દ્ર સરકારની કામગીરી વર્ણવી સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં ગામો સુધીઙ્ગ ડેમો ભરી પીવાનું પાણી પહોંચાડયુ છે. કોંગ્રેસમાં ઇન્દીરાથી માંડી અત્યાર સુધી ગરીબી હટાવોનાં નારા સાથે મત મેળવ્યા છે. પણ આજ સુધી તેમાં ગરીબી હટી નહીં. આ વખતે મહા ગઠબંધન થયું છે તે અલીબાબા ચાલીસ ચોર જેવું ગઠબંધન છે.ઙ્ગ બાર હજાર આપવાની જાહેરાતમાં માત્ર ખૂટતા જ આપવાની વાત છે. અને એ પણ નથી આપવાનાં કેમકે સરકારમાં જ નથી આવવાનાં એમ કહી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં.

આર.સી.ફળદુએઙ્ગ ગુજરાતની ભાજપ તેમજ કેન્દ્ર સરકારે ખેડૂતો અને પ્રજા માટે કરેલા કાર્યોની સિદ્ઘિઓ વર્ણવી હતી. પૂર્વ સ્પીકર રમણભાઇ વોરાએ તેનું કામ ગરીબી હટાવવાનું નહીં પરંતુ ગરીબોને જ હટાવવાનું કામ કરે છે. આંદોલનનાં નામે ૧૪ નવયુવાનોને શહીદ કરીને કોંગ્રેસની બી ટીમ બનીને કામ કરીને આજે કોંગ્રેસનાં પ્રચારક બની બેઠા છે.

નરેન્દ્રભાઇ મોદીએ સર્જીકલ સ્ટ્રાઇક કરી જયારે ૧૪ વિમાનો સાથે કોઇની જાણ વીના ૨૦૦ થી ૩૦૦નો ખુડદો બોલાવીને કામ કરી આવ્યા હતાં. જયારે કોંગ્રેસને તેનાં તરફી હમદર્દી છે તેમ કહી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં. લોકસભા સીટનાં ઉમેદવાર પુનમબેન માડમે તેમની છેલ્લા પાંચ વર્ષની પ્રજાલક્ષી કામગીરીની માહિતી આપી હતી. જયારે ગ્રામ્યનાં ઉમેદવાર રાઘવજીભાઇ પટેલે આગવા અંદાજમાં કાર્યકરોમાં ઉત્સાહ વધાર્યો હતો.

(3:50 pm IST)