Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પોરબંદર બેઠકમાં રમેશ ધડુક v/s લલીત વસોયાનો જંગ જામશે

ભાજપ દ્વારા ઉમેદવારની સતાવાર જાહેરાતઃ જો કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની સતાવાર જાહેરાત બાકી

રાજકોટ, તા., ર૭ : લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદર બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઇ ધડુકની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. જયારેકોંગ્રેસ તરફથી  લલીતભાઇ વસોયા ફાઇનલ છે. જો  કે સતાવાર જાહેરાત બાકી છે.

ભાજપ દ્વારા આજે ૩ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પોરબંદર બેઠક ઉપરથી રમેશભાઇ ધડુક, બનાસકાંઠામાં પરબતભાઇ પટેલ અને પંચમહાલમાંથી રતનસિંઘના નામની જાહેરાત કરવામાં આવી છે.

પોરબંદર બેઠક ઉપર ભાજપ તરફથી ચુંટણી લડનાર રમેશભાઇ ધડુક ગોંડલ ભાજપ અગ્રણીની સાથોસાથ યાર્ડના ચેરમેન પણરહી ચુકયા છે. તેમજ દાસી જીવણ સત્સંગમંડળના પ્રમુખ પદે તેઓ સેવા આપી રહયા છે. રમેશભાઇ ધડુક દ્વારા વારંવાર ધાર્મિક કાર્યો પણ થતા રહેછે.

જયારે સામે પક્ષે કોંગ્રેસ તરફથી લલીતભાઇ વસોયા ફાઇનલ છે. જેઓ ધોરાજી, ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય છે અને લોકપ્રશ્નો માટે સતત લડતા રહે છે.

લલીતભાઇ વસોયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હુંદિલ્હી છું અને મારા નામની જાહેરાત ૧પ દિવસ પહેલા જ કરવામાં આવી છે. જો કે સતાવાર જાહેરાત હજુ બાકી છે. રમેશભાઇ ધડુક જેવા નબળા ઉમેદવાર સામે લડવાથી મારી જીત નક્કી છે.

(2:15 pm IST)