Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

છેલ્લા ૧પ દિવસમાં ૯૭૯૩ વ્યકિતઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી

ભાવનગર-સાવરકુંડલા તા.ર૭ : આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અન્વયે ભાવનગર રેન્જમાં આદર્શ આચારસિંહતાના અમલીકરણ માટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુકત અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ભાવનગર રેન્જના જીલ્લાઓ ભાવનગર, અમરેલી, બોટાદમાં પાક રક્ષણ તેમજ સ્વરક્ષણ તથા અન્ય હેતુ માટે નોંધાયેલા હથિયાર લાયસન્સ ધારકોએ પોતપોતાના હથિયારો જે તે સંબંધિત જીલ્લાના પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રીતે જમા કરાવવાની કાર્યવાહી શરૂ છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ ના જાહેરનામાં અનુસંધાને ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની અધ્યક્ષતા હેઠળ ત્રણેય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, તથા સર્કલ પોલીસ ઇન્સપેકટરશ્રીઓ, એલ. સી.બી., એસઓજી સાથે ચુંટણીલક્ષી તથા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી મિટીંગનું આયોજન કરી જરૂરી લક્ષ્યાંક આપવામાં આવેલ તેમજ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ ના જાહેરનામાં અનુસંધાને ભાવનગર રેન્જમાં ૯૭૯૩ અટકાયતી પગલા લીધેલ છે. તથા ૩પ૧૭ પરવાના વાળા હથિયારો જમા કરવામાં આવ્યા તથા પ્રોહિબીશન/જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા માટે ૧૮પ૯ પ્રોહિબીશનના કેસો કરવામાં આવેલ છે તથા જુગારના પ૭ કેસો કરવામાં આવેલ છે તથા આર્મ્સ એકટના ૧ર કેસો હેઠળ ૧૭ હથિયારો કબ્જે કરવામાં આવેલ છ.ે તેમજ તડિપાર દરખાસ્ત-૧૯૩, પાસા દરખાસ્ત-૩૧ પ્રોહિ-૯૩-૧૩પપ મુકવામાં આવેલ છે. ભાવનગર રેન્જ હેઠળ ત્રણેય જીલ્લાઓમાં એફએસ-૪૬ ટીમો તથા ૪૭ પોલીસ ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે. ભાવનગર રેન્જ હેઠળના ત્રણેય જીલ્લામાં લોકસભા સામાન્ય ચુંટણી-ર૦૧૯ અંતર્ગત જીલ્લાઓના તમામ ગામના બુથ બિલ્ડીંગની પોલીસ અધિકારીઓ દ્વારા વિઝીટ કરવામાં આવી રહેલ છે. માથાભારે તથા અસામાજીક વિરૂદ્ધ ૬૪ અટકાયતી પગલા લેવામાં આવેલ છે. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અંતર્ગત હાલમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરનાઓ તરફથી એક સીએપીએફ કંપની (પેરામિલેટ્રી ફોર્સ) ત્રણેય જીલ્લાઓમાં ફાળવવામાં આવેલ છે ત્રણેય જીલ્લાઓના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સીએપીએફ તથા પોલીસ દ્વારા સંયુકત રીતે ફલેગમાર્ચ તથા પેટ્રોલીંગ કાર્યરત છે. તેમજ આગામી દિવસોમાં વધારે પેરામિલેટ્રી ફોર્સ ફાળવવામાં આવશે. ભાવનગર રેન્જ હેઠળ કાર્યરત થયેલ સાઇબર સેલ દ્વારા ફેસબુક વોટસએપ, ટ્વીટર પર હથિયાર સાથેના ફોટા, અપલોડ કરતા વ્યકિતઓ વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહિ કરવામાં આવી રહેલ છે. આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી ત્રણેય જીલ્લાઓના પોલીસ અધિકારીઓને લક્ષ્ય સુનિશ્ચિત કરવામાં આવેલ છે.

(12:14 pm IST)