Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

તળાજામાં યુવાનના પેટમાં છરીના બે ઘા ઝીંકાયા

રેફરલ હોસ્પિટલમાં યુવાનોના ટોળા ઉમટયાઃ સામા પક્ષે પોલીસ મથકે ફરિયાદની કાર્યવાહીઃ અજંપો

તળાજા, તા.૨૭: તળાજા શહેરની મેમન કોલોની નજીક રહેતા ઝુંબેર મજહરભાઈ શેખ ઉ.વ.૨૭ને રેફરલ હોસ્પિટલ ખાતે પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના બે ઘાની ઇજાઓ સારવાર માટે ખસેડવામાં આવેલ. તેમણે અફઝલ પઠાણ એ તાજ બેકરી પાસે રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હોવાનંુ જણાવ્યું હતું. તીક્ષ્ણ હથિયારના ઘાથી ઇજાગ્રસ્ત ઝુંબેરને વધુ સારવાર માટે રીફર કરવામાં આવેલ. બનાવના પગલે હોસ્પિટલ ખાતે યુવાનો દોડી આવ્યા હતા.

જયારે સામા પક્ષે અફઝલ દ્વારા પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા પો.સ.ઇ સીસોદીયા દ્વારા ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવના પગલે શહેર માં ચકચાર જાગી હતી.પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા હોસ્પિટલ ખાતે દોડી આવેલ. અજંપાભરી શાંતિ છવાઈ હતી. મામલો વધુ બીચકવાની વાતને પગલે પોલીસ એલર્ટ થઈ હતી.

(12:13 pm IST)