Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ગારીયાધાર ઇધરા કચેરીમાં રૂટીન કામો માટે અરજદારોને પડતી હાલાકી

નાયબ મામલતદાર રજા પર જતા રહેવાથી મહિનાઓ સુધી સહી ન થતા કામો અટકે છે

ગારીયાધાર તા.૨૭: ગારીયાધાર ઇ-ધરા ખાતે કામ કરતા રોજમદારો સતત નાયબ મામલતદારની ગેરહાજરીના કારણે જાતીના દાખલા આવકના દાખલાઓ સહિતના કામો માટે અરજદારો ભારે હાડમારી વેઠી રહ્યા છે.

ગારીધાર મામલતદાર કચેરી ખાતે આવકના દાખલાઓ, જાતીના દાખલાઓ કે અન્ય ઓનલાઇન થતી ઇ-ધરા કામગીરીમાં રોજમદાર તરીકે કામ કરતા કર્મીઓ દ્વારા અરજદારો એક કામગીરી માટે આવેલ અરજદારને સવારથી સાંજ સુધી બેસાડી રાખતા હોવાની ફરિયાદ થવા લાગી છે.

આ ઇ-ધરા કામગીરીના જવાબદાર નાયબ મામલતદાર વારંવાર રજાઓ પર રહેતા હોવાથી સહિઓ વાંંકે અનેક અરજદારો હાડમારી વેઠી રહ્યા છે. આટઆટલી હાલાકી હોવા છતા મામલતદાર કચેરીના અધિકારીઓ અને નેતાઓ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરવામા આવતા ઇ-ધરાર કચેરી રેઢીયાળ બની હોય 'બોડી બાંમણીના ખેતર અને બાવો રખોપીયો' જેવી હાલત થવા પામી છે.

આ બાબતે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વહેલી કે તપાસ કરી  કર્મીઓ સામે કાર્યવાહી થાય તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

(12:12 pm IST)