Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

હળવદ તાલુકાની ૩ શાળાઓને સ્વચ્છતા એવોર્ડ :

હળવદ : જીસીઇઆરટી ગાંધીનગરને ડાયટ રાજકોટ સંચાલિત શાળા સ્વચ્છતા એવોર્ડ ૧૮/૧૯ માટેનો હળવદ તાલુકાની ૩ શ્રેષ્ઠ શાળાઓ પસંદગી કરવામાં આવી. હળવદ તાલુકાની ૩ શાળાઓને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો. જેમાં કડીયાણા પે.સે.શાળાને પ્રથમ નંબર તેમજ નવા ઘનશ્યામગઢ કન્યા પ્રા.શાળાને દ્વિતીય તથા ઇંગોરાળા પ્રા. શાળાને તૃતીય નંબર મેળવ્યો. આ શાળાઓએ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. એવોર્ડ અંતર્ગત શાળાને પ્રમાણપત્ર, મહાત્મા ગાંધીની પ્રતિભા તેમજ રૂપિયા  ૧૧૦૦૦નો ચેક મળેલ. નવા ઘનશ્યામગઢ કન્યા પ્રા.શાળા ના આચાર્ય પ્રવિણભાઈ પટેલે આ સ્વચ્છતાઙ્ગ અંગે નો એવોર્ડ માટે શાળાનાશિક્ષક શૈલેષભાઈ, રાજેશભાઈ, ચિરાગભાઈ, કિરણબેન ,રેખાબેન, વંદનાબેન, મનીષભાઈ સહિતના શિક્ષકો તથા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થી ઓ ને સહભાગી ગણાવ્યા હતા પ્રસ્તુત તસવીરમાં નવા ઘનશ્યામ ગઢ કન્યા પ્રા.શાળાના આચાર્ય સ્વચ્છતા અંગેનો દ્વિતીય એવોર્ડ મેળવતા દ્રષ્ટિગોચર થાય છે. (તસ્વીર - અહેવાલ : હરીશ રબારી, હળવદ)

(12:09 pm IST)