Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

દેલવાડામાં પ્રેરક કોમી એકતા :

ઉના : દેલવાડામાં ઝુલતા મિનારા મસ્જિદની પાસે દેલવાડા મુસ્લિમ સમાજના પ્રમુખ ફીરોઝભાઇ સોલંકી અને ઉપપ્રમુખ યુસુફમિયા મામદાણી સહિતના ટ્રસ્ટીઓ, આગેવાનો, પટેલો અને બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ તાજેતરમાં અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પદે નિયુકત થયેલ પરમ પૂજય સંતશ્રી મુકતાનંદબાપુનુ શાલ ઓઢાડી ફુલહારથી સન્માન કરી કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડયુ હતુ તે તસ્વીર. (તસ્વીર : નિરવ ગઢીયા, ઉના)

(12:06 pm IST)