Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

દ્વારકામાં જુગાર રમતા બે શખ્સો પકડાયાઃ આર.આર.સેલનો દરોડો

રાજકોટ, તા., ૨૭: દ્વારકામાં રેન્જ આઇજીના આરઆર સેલે દરોડો પાડી જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા.

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના ડીઆઇજી સંદીપસિંહે આરઆરસેલના પો.સ.ઇ. એમ.પી.વાળા કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલના સજુભા જાડેજા ડી.ડી.પટેલ તથા કુલદીપસિંહ જાડેજા નાઓને હકીકત મળેલ જે આધારે પેટ્રોલીંગ દરમ્યાન દ્વારકા પો.સ્ટે.ના નરસંગ ટેકરી ઘોડાવાવ ખાતેથી જાહેરમાં નશીબ આધારીત તીનપતીનો હાર-જીતનો જુગાર રમી રમાડતા (૧) રમેશભા બાબભા સુમણયા રહે. દ્વારકા (ર) રાયમલ લુણાભાઇ રાજાણી (રહે. દ્વારકાવાળાઓને રોકડા રૂા. રપર૩૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ તથા રેઇડ દરમ્યાન નાસી જનાર  આરોપી (૩) અજુભા રામભા રહે. દ્વારકા તમામ આરોપીઓ વિરૂધ્ધ દ્વારકા પો.સ્ટે. ગુન્હો રજી.કરાવેલ છે.

(12:06 pm IST)