Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભુજમાં ચકલા પોપટના ખેલ ઉપર જુગાર રમાડનાર રાજકોટનો શખ્સ સહિત પાંચ ઝડપાયા

ભુજ તા. ૨૭ : બોર્ડર રેન્જ આરઆર સેલ દ્વારા ભુજના મુખ્ય વિસ્તાર નવી શાકમાર્કેટ પાસે ચકલાંપોપટના ચાલતો જુગાર ઝડપાયો છે. જનતાઘર પાસે આભા કોમ્પ્લેકસમાં આશાપુરા મોબાઈલ નામની દુકાનમાં રાજકોટના શખ્સ રજની વલ્લભભાઈ પટેલ દ્વારા રમાડવામાં આવતા ચકલાં પોપટના જુગારમાં તેમની સાથે અન્ય ચાર શખ્સો રાજકોટના જ સંદીપ રમાકાન્ત જોશી, જામનગરના ઇમરાન ગફારભાઈ બલોચ, ભુજના રઝાક અયુબ મોખા, રમેશ હરજી મહેશ્વરી એમ કુલ પાંચની ધરપકડ કરી તેમની પાસે થી ૨૦ હજાર રૂપિયા રોકડા અને ૬ મોબાઈલ સાથે કુલ ૩૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટનો રજની પટેલ તેના બે સાગરીતો સાથે જુગાર રમાડતો હતો. આઈજી ડી.બી. વાઘેલાની સૂચનાથી પીએસઆઇ જી.એમ. હડિયા અને સ્ટાફે આ કામગીરી કરી હતી.

(12:05 pm IST)