Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જેતપુરના કારખાનામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ૪ પકડાયા : એલસીબીનો દરોડો

જેતપુરના અમરીશ કલાલ તથા વડીયાના વિરાજવાળા પાસે કપાત કરાવતા'તા : બંન્નેની શોધખોળ

તસ્વીરમાં સટ્ટો રમતા પકડાયેલ શખ્સો (નીચે બેઠેલા) અને એલસીબીનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા, જેતપુર) (૯.૧)

 જેતપુર, તા. ૧૭:  જેતપુરના કારખાનામાં ક્રિકેટ મેચ પર ચાલતા સટ્ટા પર એલસીબીએ રેઇડ કરી ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા આઇપીએલ ક્રિકેટનો સટ્ટો રમાડતા ઇસ્મો પર કેશો કરવા સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. એમ.એન. રાણા તથા પો. સબ. ઇન્સ. એચ. એ. જાડેજા, પો. હેડકોન્સ. અનીલભાઇ ગુજરાતી, પો. કોન્સ. દિવ્યેશભાઇ સુવા તથા પો. કોન્સ. ભીખુભાઇ ગોહેલ મળેલ હકીકતના આધારે જેતપુર ભોજાધાર સોહિલ કોટન પ્રિન્ટ નામના કારખાનામાં રેઇડ કરી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા (૧) જુનેદ જુસબભાઇ ડગબર રહે. જેતપુર લાદી રોડ નગીના મસ્જીદ પાસે, (ર) તોસીફ યુસુફભાઇ વડગામા રહે. જેતપુર લાદિરોડ નગીના મસ્જીદ પાસે, (૩) ઇકબાલ હાજીભાઇ રાઠોડ ૪ રહે. બોખલા દરવાજા જમાઇવાડા જેતપુર તથા (૪) કાસમ ગફારભાઇ છાંટબાર જાતે ખત્રી ઉ.વ.ર૯ રહે. જેતપુર લાદિર રોડ નગીના મસ્જીદ પાસે રનફેરના આંકડા તથા હારજીત ની રકમ લખેલ કાગળ બોલપેન ફોન નંગ-પ કિ. રૂા. ૧૬,૦૦૦, રોકડા રૂા. ૩૦,ર૦૦ તથા મો.સા. નંગ-ર કિ. રૂા. પ૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિ. રૂા. ૯૬,ર૦૦ સાથે ઝડપી લીધા હતા.

ઉકત ચારેય શખ્સો જેતપુરના અમરીશ જયસ્વાલ કલાલ તથા વડીયાના વિરાજવાળા પાસે કપાત કરાવતા હોવાની કબુલાત આપતા બન્નેની શોધખોળ હાથ ધરાઇ છે.

(12:05 pm IST)