Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

લીંબડીના મોટી કઠેચીમાં પીવાના પાણીના ધાંધિયા

વઢવાણ તા.૨૨૭ : લીંબડી તાલુકાના મોટી કઠેચીના પછાત વિસ્તારોમાં આવેલુ મોટી કઠેચી ગામ જેની વસ્તી અંદાજે નાના મોટા ૩૫૦૦ લોકો વસવાટ કરે છે. ગામમાં માલઢોર તેમજ લોકોને પીવાના પાણીની બહુજ તકલીફ છે.

ગામ લોકોને પાણી માટે ફકત એક જ કુવો છે. જેમાં દરેક ગ્રામજનો સ્ત્રીઓ માથે હેલુ લઇને પાણી ભરે છે પણ પુરતુ પાણી મળતુ નથી. ન્હાવા ધોવાના પાણીની કોઇ સગવડ નથી. હાલમાં સ્ત્રીઓ પ્રદુષીત ગામ તળાવના પાણીથી કપડા ધોવે છે તેમજ ન્હાવાના પાણી તરીકે ઉપયોગ કરે છે. જેનાથી ચામડીના રોગો થાય તેવુ પાણી છે.

સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતા કોઇ ધ્યાન આપતુ નથી. તો આ પાણીની વ્યવસ્થા કરવા બાબતે ગામના અગ્રણી યુવા કાર્યકર ખલીલભાઇ સમાએ પાણી પુરવઠા વિભાગ સુરેન્દ્રનગર તેમજ વાસ્મો રજૂઆત કરેલ છે. તાત્કાલીક પાણીની વ્યવસ્થા કરવા માંગણી કરેલ છે.

(12:03 pm IST)