Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કચ્છમાં હીટવેવ :આગઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ : કંડલામાં 39,6 ડિગ્રી-નલિયામાં 37,5 ડિગ્રી તાપમાન

કચ્છમાં હીટવેવથી લોકો પરેશાન થયા છે ઉનાળાની શરૂઆતમાં જ કચ્છમાં સ્થાનિકોને આગ ઝરતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કંડલા પોર્ટ ખાતે ગરમીનો પારો 39.6 રહ્યો હતો જયારે  નલીયામાં ગરમીનો પારો 37.5 નોંધાયો હતો

 હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન થર્મોમીટરનો પારો વધુ બેથી ત્રણ ડીગ્રી ઊંચકાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. હિટવેવ જેવી પરિસ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે.

(11:54 am IST)