Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

હળવદ : ચુડામાં રબારી સમાજનો આઠમો સમુહ લગ્નોત્સવ : ૭૭ નવદંપતિના પ્રભુતામાં પગલા

હળવદ : ઝાલાવાડના ચુડા ખાતે રબારી સમાજનો આઠમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રબારી સમાજના ૭૭ઙ્ગ નવદંપતીઓ એઙ્ગ સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાપ્રભુતાના પગલા પાડયા હતા.  સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા ચુડા વસ્તડી રોડ પાસે આઠમો લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ૭૭ નવદંપતી એ પ્રભુતામાં પગલા પાડયાઙ્ગ આ રૂડા પ્રસંગે દુધરેજ વડવાળા મંદિર ના મહંત કણીરામબાપુ, દુધઈ વડવાળા મંદિરના મહંત રામ બાલકદાસબાપુ સહિતના સાધુ-સંતોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. રબારી સમાજમાં ચાલતા કન્યાવિક્રય દીકરીના પૈસા લેવા ના કુરિવાજો બંધ થવા ખૂબ જ જરૂરી છે આ સામાજિક ક્રાંતિ લાવી રબારી સમાજ માટે ખૂબ જરૂરી ગણાય છે. આ સમૂહ લગ્નના મુખ્ય દાતા ચુડા ના રબારી સમાજના ગેલાભાઈ કરમશીભાઈ બાર પરિવાર તેમજ ભોજન સમારંભ ના દાતા શિયાણીના રબારી સમાજના સ્વ નાથાભાઈ રત્નાભાઇ સાવધરીયા પરિવાર સહિતના અનેક રબારી સમાજના લોકોએ યોગ દાન આપેલો. આ સમૂહ લગ્ન પ્રસંગમાંઙ્ગ રાજકીય આગેવાનો સર્વશ્રી સૌરભભાઈ પટેલ, ધનજીભાઈ પટેલ, કિરીટસિંહ રાણા,  બાબાભાઈ ભરવાડ, શંકરભાઈ દલવાડી, પ્રકાશભાઇ સોની સહિતના તેમજ રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ. આ લગ્નને સફળ બનાવવા માટે સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા, ઉપપ્રમુખ રઘુભાઈ આલ તથા લાભુભાઈ આલ, મંત્રી ગેલાભાઈ બાર ,તથા દેવશીભાઈ પઢેરીયા, સહિતના રબારી સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : હરીશ રબારી, હળવદ)

(10:26 am IST)
  • ઝારખંડમાં ભાજપને ' શૂન્ય ' પર આઉટ કરશે મહાગઠબંધન :ઝારખંડ વિકાસ મોરચાના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ કર્યો દાવો :મરાંડીએ કહ્યું કે આ વર્ષના લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન રાજ્યમાં ભાજપને હરાવશે અને શૂન્યથી આઉટ કરશે ; મહાગઠબંધન ઝારખંડની તમામ બેઠકો જીતશે access_time 1:13 am IST

  • પોરબંદરમાં રાજકીય ચર્ચા : જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજશીભાઈ પરમાર અને તાલુકા પંચાયતના પ્રમુખ તથા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ વિરમભાઈ કારાવદરા કોંગ્રેસમાં જોડાઈ તેવા મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભાજપમાં ઉહાપોહ મચી ગયો છેઃ બીજી તરફ વિઠ્ઠલભાઈ રાદડિયા પાંચ વર્ષ સુધી પોરબંદરમાં દેખાયા ન હતા તો શું ગોંડલના અગ્રણી અને ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક પોરબંદરમાં દેખાશે ? આવા પણ મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે access_time 4:55 pm IST

  • રાજકોટ શહેરમાં એક વર્ષમાં પ૭ હજાર વાહન વેંચાયાઃ મનપાને રૂ.૧પ.૬૦ કરોડની આવક : શહેરમાં ૧ એપ્રિલ ર૦૧૮થી ર૬ માર્ચ ર૦૧૯ સુધીમાં પ૭,૬૮૬ વાહનોનું વેચાણ થતા કોર્પોરેશનને વાહન વેરાની રૂ. ૧પ.૬૦ કરોડની આવકઃ ગત વર્ષ કરતા રૂ.૬.૦૮ કરોડનો વધારોઃ દિવ્યાંગ વ્યકિત માટેના વાહનો તથા ઇલેકટ્રીક વાહનોમાં ૧૦૦ ટકા કરમુકતિ access_time 3:31 pm IST