Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સોમનાથમાં કોળી સમાજના લગ્નોત્સુક યુવક-યુવતી માટે વેવિશાળ સમારોહ સંપન્ન

પ્રભાસપાટણ તા.૨૭: પ્રભાસપાટણ ખાતે સ્વામિનારાયણ ગુરૂકુળમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેતા સમસ્ત કોળી સમાજનાં ઉચ્ચ શિક્ષણ મેળવેલ યુવક-યુવતીઓનો વેવિશાળ-પરિચય સમારોહ ગીર-સોમનાથ જિલ્લા કોળી સમાજ કાનાભાઇ ગઢીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો આ પરિચય સમારંભમાં ૬૩૦ યુવક યુવતીઓએ ભાગ લીધેલ હતો.

આ સમારંભનું આયોજન કોળી શકિત યુવક મંડળ અમરેલી દ્વારા કરવામાં આવેલ આ તકે અખિલ કોળી સમાજ ગીર-સોમનાથનાં પ્રમુખ કાનાભાઇ ગઢીયા, સમસ્ત કોળી સમાજનાં પ્રમુખ લખમણભાઇ સોલંકી, સુરેશભાઇ ગઢીયા(નાના કોળી સમાજ અગ્રણી), કાન્તીભાઇ પંડિત (ઉપપ્રમુખ નાના કોળી સમાજ), કોળી શકિત યુવક મંડળના પ્રમુખ રમેશભાઇ ગોહિલ, પરસોતમભાઇ મકવાણા, રવજીભાઇ ડાભી ખુશાલભાઇ મકવાણા, રમેશભાઇ ડાભી, રાજુભાઇ વંશ(પ્રમુખ ગુજરાત કર્મચારી મંડળ), બાબુભાઇ સોલંકી (શિક્ષક), ડાકીભાઇ મેરાભાઇ, કિશનભાઇ જેઠવા, કિશનભાઇ બામણીયા(નગરસેવક), ભારતીબેન પરમાર, રમેશભાઇ કેશવાલા, ચેતનભાઇ પરમાર, અશોકભાઇ ગઢીયા સહિતનાં આગેવાનો અને યુવક-યુવતીઓ તેમજ સમાજનાં લોકોએ હાજરી આપેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોળી શકિત યુવક મંડળ અમરેલી અને સ્થાનિક આગેવાનો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

(10:26 am IST)