Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ઓખા સ્કાઉટ ગાઇડ કેમ્પમાં રાષ્ટ્ર ધ્વજનું મહત્વ સાથે દરિયાઇ જહાજો તથા હોળીઓની સાચી સમજ આપવામાં આવી

 ઓખાઃ ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઇડ સંઘ તથા શિક્ષણ વિભાગ દ્વારા ઓખા બંદર ખાતે ગુજરાત સ્ટેટ ચીફ કમિશનર જર્નાદનભાઇ પંડિયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ. દરરોજ નગરપાલિકા હાઇસ્કૂલમાં સ્કાઉટ ગાઇડ ધ્વજ ફરકાવી પ્રાર્થના દ્વારા ભકિતજ્ઞાન ગાવામાં આવે છે. ધ્વજ વંદન થી જ કેમ્પની શરૂઆત થાય છે. સ્કાઉટ ગાઇડ બાળકોને દરિયામાં ચાલતી નાની બોટો અને મોટી બોટની સમજ આપવામાં આવી હતી. તેમનું સંચાલન પ્રેકટીકલ સમજ આપવામાં આવી હતી. નાની હલેસાવાડી બોટો કેમ ચાલે તેની સમજ કોસ્ટગાર્ડ જવાનો દ્વારા આપવામાં આવી હતી.  ત્યારબાદ કેમ્પના તમામ બાળકોને મોટી બોટમાં બેસાડી સમુદ્રની જળયાત્રા કરી બેટ દ્વારકાધીશનાં મંદિરે દર્શન કર્યા હતા. અને બેટ ટાપુમાં તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ કેમ્પને સફળ બનાવવા કેમ્પના મુખ્ય સંચાલક શ્રી ભીખુલાલ સીદપરા અને તેમના શિક્ષકોની ટીમ ખુબ જ સારી જહેમત ઉઠાવી રહયા છે.

(10:25 am IST)