Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મોરબી જિલ્લામાં ઓરી - રૂબેલા કેસોને અંકુશમાં રાખવા બેઠક મળી

મોરબી તા. ૨૭ : જીલ્લામાં ઓરી અને રૂબેલા જેવા રોગોને અંકુશમાં રાખવા માટે ચર્ચા વિચારણા માટે આજે જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

હોળીના તહેવારના સમયગાળા દરમિયાન ઓરીના કેસો દેખાતા હોય છે પરંતુ ગત વર્ષના ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનની અસરને પગલે જાન્યુઆરી ૧૯ થી હળ સુધી માત્ર ૧૦ કેસ નોંધાયા છે જયારે વર્ષ ૨૦૧૮ માં ૪૫ ઓરીના કેસ નોંધાયા હતા જયારે વર્ષ ૨૦૧૭ માં ૧૪૪ કેસો નોંધાયા હતા આમ ઓરી-રૂબેલા અભિયાનને પગલે ઓરીના કેસોને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી છે

બેઠકમાં હવે પછી મોરબી જીલ્લામાં ઓરી અને રૂબેલાના કેસો નિયંત્રણમાં રહે તે અંગેની રણનીતિ ઘડવાના હેતુથી વર્કશોપ યોજાયો હતો જે વર્કશોપમાં મોરબી જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા, ડબલ્યુ એચ ઓ અધિકારી ડો. અમોલ ભોસલે, જીલ્લાના આરોગ્ય વિભાગના ડો. ડી વી બાવરવા, તાલુકા હેલ્થ ઓફિસર, તમામ મેડીકલ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ઓરી-રૂબેલાના કેસો નિયંત્રણમાં રહે તે અંગે સર્વેલન્સ તથા તકેદારી વગેરે અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

(9:30 am IST)