Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મોરબી - ટંકારા અને વાંકાનેર બેઠક પર ઇવીએમ - વીવીપેટ

 મોરબી : દેશભરમાં લોકસભાની ચુંટણીની ઘડીઓ ગણાઈ રહી છે અને આગામી ૨૩ એપ્રિલ સમગ્ર ગુજરાતની ૨૬ બેઠકો માટે મતદાન યોજાનાર છે જેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે જે અંતર્ગત મોરબી જીલ્લાની મોરબી-વાંકાનેર અને ટંકારા બેઠક પર ઈવીએમ અને વીવીપેટ મશીન વિતરણ કરી દેવામાં આવ્યા છે. લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં મતદાનને હજુ ઘણા દિવસો બાકી છે જોકે તંત્ર દ્વારા ચુંટણીલક્ષી તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી પૂર્ણ થાય તે માટે તંત્ર સજ્જ બની રહ્યું છે. મોરબી જીલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સેવા સદનના વેરહાઉસ ખાતેથી ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર બેઠક પર ઈવીએમ-વીવીપેટ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા. મતદાન મથક પર ૧૧૦% ઈવીએમ-વીવીપેટ મશીન વિતરણ કરવાનો ક્રાઈટએરિયા છે ત્યારે મોરબી જીલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક પર ૧૧૦%થી વધુ ઈવીએમ-વીવીપેટ મશીન વિતરણ કરવામાં આવ્યા છે.આ વિતરણ કાર્યક્રમ દરમિયાન મોરબી જીલ્લા કલેકટર આર.જે.માંકડિયા, નાયબ ચુંટણી અધિકારી એન.એસ.ગઢવી તેમજ તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. ઇવીએમ વીવીપેટ આપવામાં આવ્યા તે તસ્વીર.

(9:30 am IST)