Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મોરબી જૈન તપગચ્છ સંઘમાં પ્રેમસુરી દાદાની ૧૦૦મી જન્મ શતાબ્દીની ઉજવણી : ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો

મોરબી તા. ૨૭  :૧૦૮ પાશ્વનાથ શંખેશ્વર મુકામ સ્થાનક સ્વ. ગચ્છાધિપતી પ્રેમસૂરી મહારાજની ૧૦૦ મી જન્મજયંતી ઉત્સવ મુંબઈ મુકામે પુ. ભગવંત કે.સી. મહારાજની પ્રેરણાથી મુંબઈ ભવ્યાતી ભવ્ય ઉજવણી એક કરોડ નવકારમંત્રનું આયોજન વગેરે કાર્યક્રમ અનુલક્ષીને મોરબી જૈન તપગચ્છ સંઘના આંગણે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું હતું.

જેમાં શુક્રવારના રોજ સવારે તેમના સ્મરણો પ્રવર્ચન, શનિવારે સામુહિક સામાયિક જેમાં ૨૫૦ ભાઈ-બહેનો જોડાયેલ અને ત્યારબાદ શ્રીસંઘના સહયોગથી લાભાર્થી પરિવારે નવકારશીનું આયોજન કરાયું હતું. જેનો વિશાલ સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો. રવિવારના સવારે શ્રી ધર્મનાથ મિત્ર મંડળ તેમજ દાતા પરિવાર તરફથી કાયમી પૂજા કરનાર દરેક સાધર્મિકને સાધર્મિક ભકિતનું આયોજન જેમાં રીલીફનગર દેરાસર, શ્રી વર્ધમાન સોસાયટી સંઘના પણ કાયમી પૂજા કરનાર ભાઈઓ અને બહેનો જોડાયા હતા બપોરે પુરુષોનું સામાયિક મંડળ તરફથી સામાયિક ભગવંતની નિશ્રામાં આયોજન કરેલ જેમાં સામાયિક બાદ ચૌવીહારની સુંદર વ્યવસ્થા સામાયિક મંડળ તરફથી સાંજે ૭ કલાકે પ્રભુ ભકિતનું પણ આયોજન કરાયું હતું.

મોરબી ખાતે પુ. પ્રેમસૂરી દાદાની સ્મૃતિ અને શાસનની સેવા થકી ૧૦૦ મી જન્મજયંતી મોરબી સંઘમાં ભવ્યાતીભવ્ય ઉજવવામાં આવેલ. પ.પુ. કલ્પસૂરીશ્વજીની નિશ્રામાં કરવામાં આવેલ શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળ તેમજ ટ્રસ્ટી મંડળએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(9:29 am IST)